Shamalaji Yard Work: ઉત્તર પશ્ચિમ રેલવેના અજમેર મંડળ હેઠળ શામળાજી–ન્યુ મોડાસા નવી રેલ લાઇનના કામના ભાગરૂપે શામળાજી યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગ (NI) કામગીરી હાથ ધરવામાં આવશે. આ કારણોસર કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ અને નિયંત્રિત (રેગ્યુલેટ) રહેશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
ટ્રેન નંબર 19822 (કોટા–અસારવા એક્સપ્રેસ): તારીખ 29 સપ્ટેમ્બર અને 02 ઓક્ટોબર 2026ના રોજ ઉદયપુર–અસારવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19821 (અસારવા–કોટા એક્સપ્રેસ): તારીખ 30 સપ્ટેમ્બર અને 03 ઓક્ટોબર 2026ના રોજ અસારવા–ઉદયપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 01905 (કાનપુર–અસારવા સ્પેશિયલ): તારીખ 28 સપ્ટેમ્બર અને 05 ઓક્ટોબર 2026ના રોજ ઉદયપુર–અસારવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 01906 (અસારવા–કાનપુર સ્પેશિયલ): તારીખ 29 સપ્ટેમ્બર અને 06 ઓક્ટોબર 2026ના રોજ અસારવા–ઉદયપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
નિયંત્રિત (રેગ્યુલેટ) ટ્રેન
ટ્રેન નંબર 69243 (અસારવા–ચિત્તોડગઢ મેમુ): તારીખ 04 અને 05 ઓક્ટોબર 2026ના રોજ રસ્તામાં 01 કલાક માટે રેગ્યુલેટ રહેશે.
મુસાફરો માટે સૂચના
રેલવે મુસાફરોને વિનંતી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા તેમની ટ્રેનના સંચાલન, રૂટ અને સ્ટોપેજ સંબંધિત અદ્યતન માહિતી રાષ્ટ્રીય ટ્રેન પૂછપરછ પ્રણાલી (NTES) પર અવશ્ય ચકાસી લે.
