Aravalli news: મોડાસામાં શ્વાનના આતંકથી લોકોમાં ફફડાટ ફેલાયો, છેલ્લા 24 કલાકમાં 9 લોકોને બચકા ભર્યા; ખસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 20 Mar 2024 09:44 AM (IST)Updated: Wed, 20 Mar 2024 09:44 AM (IST)
dogs-bite-9-people-in-24-hours-in-modasa-of-aravalli-district

dog bite case: અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની ગરીબનવાજ સોસાયટી અને આશિયાના સોસાયટીમાં રખડતાં શ્વાનનો ત્રાસ ખુબ જ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં 9 લોકોને બચકા ભર્યા છે. જેના પગલે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન શ્વાનો આતંક વધતા પાલિકામાં જઇને શ્વાનને પકડવાની માંગ પણ ઉઠી છે.

9 લોકોને બચકા ભર્યા
શહેરમાં વારંવાર શ્વાનના કરડવાના બનાવો સામે આવે છે. આ દરમિયાન શહેરમાં માત્ર 24 કલાકમાં જ નવ લોકોને શ્વાને બચકા ભર્યા છે. શહેરમાં સોસાયટીઓમાં બે દિવસથી શ્વાનનો આતંક વધી ગયો છે. સોમવારે બપોર સુધીમાં પાંચ વ્યક્તિઓને શ્વાને બચકા ભરી લીધાં છે. જ્યારે સાંજના સમયે વધુ ચાર વ્યક્તિઓ ઉપર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાન કરડવાથી 9 લોકોને મોડાસાની સાર્વજનિક સહિતની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

તંત્રની બેદરકારી સામે આવી
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, 'એક તરફ રમજાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે લોકો નમાઝ અદા કરવા કે વિવિધ ખરીદી કરવા માટે નીકળે ત્યારે શ્વાનનો ભય રહે છે. બાળકોને પણ ઘરમાં જ રાખવાની ફરજ પડી રહી છે. આ મામલે વારંવાર નગરપાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ પણ ઉકેલ આવ્યો નથી.'

શ્વાનું ખસીકરણ કરાશે
આ અંગે નગરપાલિકાના સેનેટરી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ગરીબનવાજ અને આશિયાના સોસાયટીમાં સોમવારે સાંજે જ પાલિકાની ટીમ પહોંચી ગઇ હતી. બીજી તરફ શ્વાનના રસીકરણ અને ખસીકરણ માટે પણ થોડા સમય પહેલા પાલિકાની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં શ્વાનના રસીકરણ અને ખસીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.