Aravalli: ભિલોડામાં ટ્યુશન ક્લાસથી પરત ફરી રહેલી સગીરાની યુવકે જાહેરમાં કરી છેડતી, પોલીસે દબોચીને પાઠ ભણાવ્યો

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 17 Jul 2024 03:53 PM (IST)Updated: Wed, 17 Jul 2024 03:53 PM (IST)
a-youth-molested-a-minor-while-returning-from-tuition-class-in-bhiloda-of-aravalli-a-complaint-was-lodged-with-the-police

Aravalli Police: અરવલ્લી જિલ્લાના મહુડીના પાદર ગામે ધોળા દિવસે છેડતીની ઘટના સામે આવી છે. જેમાં એક અજાણ્યા શખ્સે ટયુશન કલાસથી પરત ફરી રહેલી સગીરાને એકલી જોઈને તેની સાથે છેડછાડ કરી હતી. આ ઘટનાબાદ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

મળતી માહિતી પ્રમાણે સોમવારે સગીરા જ્યારે ટયુશન કલાસીસમાંથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે એક બાઈક સવારે એકલતાનો લાભ લઇને તેનો પીછો કરીને સગીરા સાથે ચેનચાળા કર્યા હતા. સગીરાએ આ ઘટના અંગે ઘરે જાણ કરતા સગીરાના પિતા દ્વારા ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે છેડતીની કલમના આધારે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં યુવકની ઓળખ છતી થઇ છે. જેમાં યુવક ભિલોડાના મહુડી પાદર ગામનો રહેવાસી છે અને તેનું નામ રાજકુમાર ડામોર છે.