મોડાસામાં બાકીદારોના 17 નળ જોડાણ કટ અને 500ને આખરી નોટિસ, માર્ચ અંત સુધીના 40 દિવસોમાં બાકી વેરો વસૂલવા પાલિકાની ઝુંબેશ

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Wed, 21 Feb 2024 11:39 AM (IST)Updated: Wed, 21 Feb 2024 11:39 AM (IST)
17-tap-connection-cut-and-final-notice-to-500-arrears-in-modasa-municipality-campaign-to-collect-tax-arrears-in-40-days-till-end-of-march

Aravalli News: મોડાસા નગર પાલિકા દ્વારા ચાલુ વર્ષ 2023-24 વર્ષના મિલક્ત વેરા સહિતના કુલ વેરા 5.48 કરોડથી વધુના માંગણા સામે સમયે વેરો નહીં ભરાતા રીઢા બાકીદારો સામે વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરાઈ છે.જુદી-જુદી 5 ટીમો દ્વારા હાથ ધરાયેલી આ ઝુંબેશ હેઠળ ટેક્ષ નહીં ભરતા રીઢા બાકીદાર એવા 17 મિલક્ત ધારકોના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા.

હવે વર્ષ પુરૂ થવાની આડે 40 દિવસ જ બાકી છે.ત્યારે પાલિકા દ્વારા પાછલા વર્ષોના બાકી અને ચાલું વર્ષના વેરા વસૂલવા હાથ ધરાયેલી કડક કાર્યવાહી હેઠળ અત્યાર સુધીમાં કુલ 47 બાકીદારોના નળ જોડાણ કાપી નાખવા સહિત 5 મિલક્તો સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. પરીણામે પાલિકા દ્વારા સરેરાશ 50%થી વધુ વસૂલાત કરાઈ હોવાનું જણાઈ આવ્યું હતું.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.