Gujarat Rain Report Today, 22 September: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર વરસાદી આંકડા અનુસાર, 21 સપ્ટેમ્બર સવારે 6:00 વાગ્યાથી 22 સપ્ટેમ્બર સવારે 6:00 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી.
આણંદના બોરસદમાં સૌથી વધુ 2 ઈંચથી વધુ વરસાદ
આ પણ વાંચો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, રાજ્યમાં સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં 53 મીમી (2.09 ઈંચ) નોંધાયો છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના જ સોજીત્રા તાલુકામાં 32 મીમી (1.26 ઈંચ) વરસાદ વરસ્યો છે.
સાબરકાંઠાના અને વલસાડમાં હળવાથી ભારે વરસાદ
અન્ય તાલુકાની વિગત જોઈએ તો, સાબરકાંઠા જિલ્લાના વડાલીના 31 મીમી (1.22 ઈંચ) અને વલસાડ જિલ્લાના કપરાડામાં 31 મીમી (1.22 ઈંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં 23 મીમી (0.91 ઈંચ), દાહોદના લીમખેડામાં 17 મીમી (0.67 ઈંચ) અને પંચમહાલના જાંબુઘોડામાં 16 મીમી (0.63 ઈંચ) વરસાદ પડ્યો છે.
સૌથી વધુ વરસાદ નોંધાયેલા ટોપ 10 તાલુકા
| જિલ્લો | તાલુકો | કુલ વરસાદ (મીમી) | કુલ વરસાદ (ઇંચ) |
|---|---|---|---|
| આણંદ | બોરસદ | 53 | 2.09 |
| આણંદ | સોજિત્રા | 32 | 1.26 |
| સાબરકાંઠા | વાડાલી | 31 | 1.22 |
| વલસાડ | કપ્રાડા | 31 | 1.22 |
| રાજકોટ | લોધિકા | 23 | 0.91 |
| દાહોદ | લીમખેડા | 17 | 0.67 |
| પંચમહાલ | જાંબુઘોડા | 16 | 0.63 |
| પંચમહાલ | કાલોલ | 15 | 0.59 |
| પંચમહાલ | ઘોઘંબા | 14 | 0.55 |
| બોટાદ | ગઢડા | 14 | 0.55 |
પંચમહાલ, બોટાદ અને અન્ય જિલ્લામાં નોંધાયેલ વરસાદ
પંચમહાલના કાલોલમાં 15 મીમી (0.59 ઈંચ), ઘોઘંબામાં 14 મીમી (0.55 ઈંચ) તથા બોટાદ જિલ્લાના ગઢડામાં 14 મીમી (0.55 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ સિવાય ખેડા, છોટાઉદેપુર, રાજકોટ, ગીર સોમનાથ, તાપી, અમદાવાદ, વડોદરા, પાટણ અને મહેસાણા જેવા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે.
