Gujarat ATS Raid: આણંદના ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો છે. ATS એ ખંભાતના નેજામાં દવાની ફેકટરી પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. ફેકટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું.
Gandhinagar | Gujarat Home Minister Harsh Sanghavi says, "ATS has arrested five people and seized more than 107 kg of Ultra Zolam powder which is used in making sleeping tablets." https://t.co/EBFskr0pQj pic.twitter.com/tQtC84oqBH
— ANI (@ANI) January 24, 2025
6 આરોપીની ધરપકડ કરાઇ
આ પણ વાંચો
ખંભાતમાં આવેલી એક કંપની માંથી અંદાજે 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું રો- મટીરીયલ કબજે કરવામાં આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો તૈયાર થઈ સપ્લાય થાય તે પહેલા ગુજરાત ATS દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સ સાઉથ આફ્રિકા સપ્લાય થવાનું હતું. જેથી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
#WATCH | Gandhinagar, Gujarat | On drug factory busted, Gujarat ATS says, "Some time ago Gujarat ATS received information that 5 people in an industry called Green Life Industries in Neja village of Khambat are producing Alprazolam and going to sell it to a person named Ajay Jain… pic.twitter.com/1EOB3yur61
— ANI (@ANI) January 24, 2025
અમદાવાદના 2 ભાગીદારે ફાર્મા કંપની શરૂ કરી હતી. અહીં દવાની આડમાં ફેક્ટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરાતું હતું. મળતી વિગતો પ્રમાણે દહેજથી એન્જિનિયર બોલાવીને ડ્રગ્સ બનાવતા હોવાની શંકાઓ છે.
