Anand RTO: આણંદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (A.R.T.O.) દ્વારા વાહન ચાલકો અને મોટરીંગ પબ્લિકની સગવડ માટે વાહનના મનપસંદ/પસંદગીના (Fancy/Choice) નંબર મેળવવા માટેનું ઓનલાઈન ન્યૂ ઓક્શન (New Auction) જાહેર કરવામાં આવ્યું છે. આ ઓક્શન ખાસ કરીને નોન-ટ્રાન્સપોર્ટ LMV (લાઈટ મોટર વ્હીકલ/ફોર વ્હીલર) વાહનો માટેની નવી સિરીઝ GJ-23-CL-0001 થી 9999 માટે યોજાઈ રહ્યું છે.
તમામ વાહન માલિકો કે જેઓ પોતાના નવા વાહનમાં ઈચ્છિત કે વીવીઆઈપી નંબર મેળવવા માગે છે, તેઓ પારિવહન પોર્ટલના માધ્યમથી ઘરબેઠા હરાજી (Bidding) પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
ભાગ લેવા માટેની મુખ્ય શરતો અને નિયમો
સેલ લેટરની મર્યાદા (60 દિવસ): વાહનના સેલ લેટર (Sale Letter)ની તારીખથી 60 દિવસની અંદરના જ અરજદારો જ આ હરાજીમાં ભાગ લેવા માટે પાત્ર ગણાશે.
CNA ફોર્મની શરત: જે વાહન માલિકે વાહનની ખરીદીના સમયથી સાત (07) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે, તે જ અરજદારો ઓક્શનમાં ભાગ લઈ શકશે.
રજીસ્ટ્રેશન ફી: હરાજીમાં ભાગ લેતા પહેલા વાહન માલિકોએ તેઓના વાહનની નિયમિત રજીસ્ટ્રેશન ફી ભરેલી હોવી ફરજિયાત છે.
ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
પોર્ટલની મુલાકાત લો
અધિકૃત વેબસાઈટ
સૌપ્રથમ પારિવહન વિભાગની પોર્ટલ લિંક [http://parivahan.gov.in/fancy](http://parivahan.gov.in/fancy) પર જાઓ.
યુઝર રજીસ્ટ્રેશન કરો
અરજી અને UAN
પોતાનું લોગિન આઈડી બનાવી 'New Public User' તરીકે નોંધણી કરો અને વાહનની વિગતો દાખલ કરી Unique Acknowledgement Number (UAN) મેળવો.
પસંદગીનો નંબર પસંદ કરો
GJ-23-CL સિરીઝ
ગુજરાત રાજ્ય અને આણંદ RTO (GJ-23) સિલેક્ટ કરી GJ-23-CL સિરીઝમાંથી તમારો મનપસંદ નંબર પસંદ કરો.
ઓક્શન ફી અને રજીસ્ટ્રેશન
13 થી 17 નવેમ્બર
નક્કી કરેલ સમયમર્યાદા (13 નવેમ્બર થી 17 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધી) દરમિયાન ઓક્શનમાં ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશન ફી ભરી અરજી કન્ફર્મ કરો.
લાઈવ બિડિંગમાં ભાગ લો
17 થી 19 નવેમ્બર
17 નવેમ્બર સાંજે 4 વાગ્યાથી 19 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધીમાં તમારો બિડ (બોલી) ઓનલાઈન સબમિટ કરો.
નોંધ: ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સૌથી ઊંચી બોલી લગાવનાર અરજદારને પસંદગીનો નંબર ફાળવવામાં આવશે અને તેની જાણ SMS/ઈમેલ દ્વારા પોર્ટલ પરથી કરવામાં આવશે.
