Anand News: 15.28 કરોડના અંદાજિત ખર્ચે ડભોઉ-પેટલી-ડેમોલ રોડને પહોળો કરાશે, નાણા રાજ્યમંત્રી દ્વારા કરાયું ખાતમુહૂર્ત

મંત્રીએ જણાવ્યું હતું કે લોકોને સારામાં સારી રોડની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી નવો બનાવવામાં આવનાર આ રોડ ગ્રામજનોને ખૂબ જ ઉપયોગી નિવડશે અને સુવિધાજનક રહેશે તેમ કહ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 27 Sep 2026 11:53 AM (IST)Updated: Sun, 27 Sep 2026 11:53 AM (IST)
anand-news-dabhoupatlidemol-road-to-be-widened-at-cost-of-rs-15-crore

Anand News: સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે કોલોની ચોકડી પાસે રૂ.1.6 કરોડના અંદાજિત ખર્ચે નવનિર્માણ પામનારકિશોરદાસ મહારાજ સર્કલ તથા રૂ.15.28 કરોડના અંદાજિત ખર્ચે ડભોઉ-પેટલી-ડેમોલ રોડને પહોળો કરવાના કામનું નાણા રાજ્ય મંત્રી કમલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે લોકોને સારામાં સારી રોડની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી નવો બનાવવામાં આવનાર આ રોડ ગ્રામજનોને ખૂબ જ ઉપયોગી નિવડશે અને સુવિધાજનક રહેશે તેમ કહ્યું હતું.

આ કાર્યક્રમમાં સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન ગોહેલ, સોજીત્રા નગરપાલિકા પ્રમુખ રિન્કુબેન પટેલ તેમજ ડભોઉ, સરપંચ પારૂલબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય શારદાબેન સોલંકી, અગ્રણી છત્રસિંહ જાદવ, બળદેવભાઈ પરમાર, રાકેશભાઈ બારોટ, જિલ્લા પંચાયત સભ્ય રણછોડભાઈ પરમાર, ધર્મેન્દ્રભાઈ રાઠોડ તથા જિલ્લા સહકારી સંઘના ચેરમેન રજનીકાંતભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ, મનોજભાઈ ત્રિવેદી, શૈલેષભાઈ પટેલ, તાલુકા પંચાયતના અન્ય સભ્યઓ, ગ્રામ પંચાયતના સભ્યઓ, પદાધિકારીઓ તેમજ ડભોઉ, પેટલી અને ડેમોલ ગામના અગ્રણી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.