અમૂલનું ફૂટબોલની વિશ્વ વિજેતા આર્જેન્ટિના ટીમ સાથે ભાગીદારીનું ચોથુ વર્ષ

આ ભાગીદારી સતત ચોથા વર્ષે પણ ચાલુ રહેલ છે જે આર્જેન્ટિનાના ફૂટબોલના ઇતિહાસમાં પ્રથમ ભારતીય રીજીયોનલ સ્પોન્સર તરીકે અમૂલના વિશિષ્ટ સ્થાનને વધુ મજબૂત બનાવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 11 Dec 2025 11:39 PM (IST)Updated: Thu, 11 Dec 2025 11:39 PM (IST)
amuls-fourth-year-of-partnership-with-the-world-winning-argentine-football-team

Anand: અમૂલ, વિશ્વની નંબર-1 સહકારી સંસ્થા અને સૌથી મજબૂત વૈશ્વિક ફૂડ અને ડેરી બ્રાન્ડ દ્વારા આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશન (AFA) સાથે ભારતમાં ઓફિશિયલ રીજીયોનલ સ્પોન્સર તરીકે ભાગીદારી કરવામાં આવેલ છે.

આ ભાગીદારી સતત ચોથા વર્ષે પણ ચાલુ રહેલ છે જે આર્જેન્ટિનાના ફૂટબોલના ઇતિહાસમાં પ્રથમ ભારતીય રીજીયોનલ સ્પોન્સર તરીકે અમૂલના વિશિષ્ટ સ્થાનને વધુ મજબૂત બનાવે છે. આ ભાગીદારી ફીફા વર્લ્ડ કપ 2026 ના સમયગાળા સુધી ચાલુ રહેશે જે રમતગમત ક્ષેત્રે એક ભારતીય બ્રાન્ડ દ્વારા કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

આ ભાગીદારીને આગળ વધારતા, નવા તબક્કામાં, અમૂલ આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓને દર્શાવતા અમૂલના ઉત્પાદનોની નવી શ્રેણી રજૂ કરશે, અને ભારતીય બજાર માટે વિશિષ્ટ રૂપે ડિઝાઇન કરાયેલ મર્યાદિત આવૃત્તિના ઉત્પાદનો અને પ્રશંસકોના યાદગાર અનુભવો પણ રજૂ કરશે.

ડૉ. જયેન મહેતા, મેનેજિંગ ડિરેક્ટર, અમૂલ એ જણાવ્યું હતું કે, ફૂટબોલની જેમ જ અમૂલ સરહદ પાર લોકોના હૃદયો જોડે છે. ફીફા વર્લ્ડ કપ ૨૦૨૨ ના વિશ્વવિજેતા સાથે અમારી ભાગીદારી ચાલુ રાખવાનો અમને ગર્વ છે. આ ભાગીદારી, રમત અને પોષણ બંનેને આગળ ધપાવતી સહિયારી ઉર્જાનો ઉત્સવ છે, કારણ કે દૂધ એ પેઢીઓથી ખેલાડીઓ અને તેમના સપનાઓને શક્તિ આપે છે.