SD Pay એપ કૌભાંડ: 634 કરોડની ઠગાઈ કરનાર બે મુખ્ય આરોપી ઓડિશાથી ઝડપાયા, અમરેલી પોલીસે કરી મોટી કાર્યવાહી

બંને આરોપીને ઓડિશાથી ફ્લાઈટ મારફત અમરેલી લાવી સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 15 Sep 2026 02:14 PM (IST)Updated: Tue, 15 Sep 2026 02:14 PM (IST)
sd-pay-app-scam-amreli-police-arrested-main-accused-dhaval-patel-hiren-shah-from-odisha
SD Pay App Scam Accused

SD Pay App Scam: ગુજરાતમાં ડિજિટલ ફ્રોડ અને ગેરકાયદે નાણાકીય વ્યવહારો સામે અમરેલી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ચકચારી SD Pay એપના માધ્યમથી આશરે 634 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર બે મુખ્ય સૂત્રધારને અમરેલી પોલીસે ઓડિશા રાજ્યમાંથી પકડી પાડવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, SD Pay એપના નામે હજારો લોકો સાથે ઠગાઈ કરી આશરે 634 કરોડો રૂપિયાનું બારોબાર ટ્રાન્ઝેક્શન કરનાર મુખ્ય આરોપી અને એપ માલિક ધવલ પટેલ અને હિરેન શાહ લાંબા સમયથી પોલીસની નજરથી બચવા નાસતા ફરતા હતા. પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી બંને આરોપીઓ ઓડિશામાં છુપાયા હોવાની બાતમી મળી હતી.

આ બાતમીના આધારે ઓડિશા પોલીસના સહયોગથી અમરેલી પોલીસની ખાસ ટીમ ત્યાં પહોંચી હતી અને બંને આરોપીને દબોચી લીધા હતા. ગુનાની ગંભીરતા અને પુરાવા નષ્ટ ન થાય તે માટે બંને આરોપીઓને ઓડિશાથી ફ્લાઈટ મારફત અમરેલી લાવવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ આ ફ્રોડની રકમ ક્યાં રોકાણ કરી છે, દેશ-વિદેશમાં કોઈ હવાલા નેટવર્ક સંકળાયેલું છે કે કેમ, તથા અન્ય સહઆરોપીઓ કોણ છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન આરોપીઓની ઉપયોગમાં લેવાયેલી લક્ઝરી કાર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.