Amreli Crime News: મળતી માહિતી પ્રમાણે, ખાંભાના 40 વર્ષીય જયસુખ સાંખટ અને નાનુડી ગામના 35 વર્ષીય અફસાના કુરેશી વચ્ચે પ્રેમસંબંધ હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે બંને પોત પોતાના સમાજમાં પરિણીત હતા અને સંતાનોના માતા-પિતા પણ હતા. તેમ છતાં, તેઓના પ્રેમસંબંધે તેમને આ આત્યંતિક પગલું ભરવા મજબુર કર્યા હતા. બંનેએ ઝેર પી લીધા બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેમની ગંભીર સ્થિતિ જોતા વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.
હાલ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુસાઇડ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
