Independence Day 2026: અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન

80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કર્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 15 Aug 2026 09:33 AM (IST)Updated: Sat, 15 Aug 2026 10:40 AM (IST)
independence-day-2026-gujarat-state-level-celebration-at-amreli-cm-bhupendra-patel
Independence Day 2026 State-level celebration in Amreli

Independence Day 2026 State-level celebration in Amreli: અમરેલી ખાતે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ અવસરે શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મુખ્ય સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીને પગલે સમગ્ર અમરેલી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલો જોવા મળી રહ્યો છે.

પોલીસ પરેડ-મહિલા જવાનોની રાઈફલ ડ્રીલ 

સ્વાતંત્ર્ય પર્વના આ મુખ્ય સમારોહમાં પોલીસ જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલી શિસ્તબદ્ધ અને દિલધડક પરેડ અમરેલીવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત, ગુજરાત પોલીસ અને જેલ પોલીસની મહિલા જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલી શાનદાર રાઇફલ ડ્રીલની પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.


સાંસ્કૃતિક અને સાહસિક કાર્યક્રમોની રંગત 

આ સમારોહને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે વિવિધ સાંસ્કૃતિક અને સાહસિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીની વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ યોગના વિવિધ આયામોની પ્રસ્તુતિ, દિલધડક બાઈક સ્ટંટ શો, વિશેષ તાલીમબદ્ધ શ્વાનો દ્વારા ડોગ-શો તથા માઉન્ટેડ અશ્વ-શો અને ટેન્ટ પેગીંગની સાહસિક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સંકલન સાધીને સઘન કામગીરી કરવામાં આવી હતી. રાષ્ટ્રધ્વજની ગરિમા અને આઝાદીના પર્વની આ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તકે રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ અમરેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.