Gujarat Rain: રાજુલામાં બે કલાકમાં 6.02 ઈંચ વરસાદ, જાણો સવારે 6થી 8 વાગ્યા સુધી રાજ્યમાં ક્યાં થયો કેટલો વરસાદ

આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 121 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજુલામાં વરસ્યો છે. રાજુલામાં સવારે 6થી 8 વાગ્યા સુધી 6.02 ઈંચ વરસાદ થયો છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Mon, 27 Oct 2025 11:14 AM (IST)Updated: Mon, 27 Oct 2025 11:14 AM (IST)
gujarat-unseasonal-rain-extreme-rain-in-rajula-and-mahuva-bhavnagar-district
HIGHLIGHTS
  • અમરેલી અને ભાવનગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
  • રાજુલા, મહુવા અને સાવરકુંડલામાં ભારે વરસાદ વરસ્યો છે.

Gujarat Unseasonal Rain: હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. શિયાળામાં લોકોને છેલ્લા બે ત્રણ દિવસથી ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે અરબસાગર સક્રિય સિસ્ટમને લીધે રાજ્યમાં માવઠા થઈ રહ્યા છે. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 121 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજુલામાં વરસ્યો છે. રાજુલામાં સવારે 6થી 8 વાગ્યા સુધી 6.02 ઈંચ વરસાદ થયો છે.

સવારે 6થી 8 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ પડ્યો તે જાણો...

  • રાજુલા: 6.02 ઇંચ
  • મહુવા ભાવનગર: 3.23 ઇંચ
  • વલ્લભીપુર: 2.05 ઇંચ
  • સાવર કુંડલા: 1.77 ઇંચ
  • લીલિયા: 1.46 ઇંચ
  • ગલતેશ્વર: 1.18 ઇંચ
  • ઊના: 1.18 ઇંચ
  • જાફરાબાદ: 1.14 ઇંચ
  • મહેમદાવાદ: 0.91 ઇંચ
  • જેસર: 0.79 ઇંચ

અમરેલી અને ભાવનગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને રાજુલા, મહુવા અને સાવરકુંડલામાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે મહુવા સાવરકુંડલા રોડ NH-351 ડાયવર્ઝનનું ધોવાણ થયું છે. ડાયવર્ઝનનું ધોવાણ થતાં મહુવા અને સાવરકુંડલા વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો છે.