Bharat Sutariya Net Worth: અમરેલીમાં ભાજપના 10મું પાસ ઉમેદવાર છે લાખો પતિ, જાણો કુલ મિલકત

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 19 Apr 2024 11:11 AM (IST)Updated: Fri, 19 Apr 2024 11:12 AM (IST)
gujarat-lok-sabha-election-2024-amreli-bjp-candidate-bharat-sutariyas-property-worth-83-78-lakh

Amreli Lok Sabha Election 2024: અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા પોતાની સંપત્તિ સહિતની વિગતો જાહેર કરવામાં આવી છે. 83.78 લાખની મિલકત દર્શાવી છે. મહત્ત્વનું છે કે, અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુતરીયા ૫૪ વર્ષની વય ધરાવે છે અને તેમણે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.

અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુતરીયાએ પોતાની અને પરિવારની સ્થાવર જંગમ મિલકતો જાહેર કરી છે. જેમાં જંગમ મિલકતોમાં તેમના પરિવાર પાસે 83 હજાર હાથ પરની રોકડ છે. જુદા-જુદા ખાતાઓમાં થોડી થોડી રકમ છે. એક બાઈક અને 3.78 રૂપિયાની એક કાર છે. 21 લાખ 51 હજાર રૂપિયાનું સોનું છે. પરિવાર પાસે કુલ 27, 80, 788ની જંગમ મિલકતો છે.

તો સ્થાવર મિલકતમાં લાઠીના ઝરખીયા તથા રાજકોટમાં જમીન અને મકાન છે. કુલ 55 લાખ 58 હજારની સ્થાવર મિલકત છે. સ્થાવર તથા જંગમ બંને મિલકતો મળીને કુલ 83 લાખ 78 હજાર 788ની મિલકત જાહેર કરી છે. કોઈપણ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી.