Amreli News: ગુજરાતમાં જેમ-જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો દોર તેજ કરવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓ દ્વારા પાલિકા-પંચાયતોમાં ભાજપને વિજયી બનાવવા માટે ચૂંટણી સભાઓ યોજવામાં આવી રહી છે. ત્યારે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જે વીડિયોમાં તેઓ અસામાજિક તત્વોને ચેતાવણી આપતા જોવ મળ્યા છે. તેમણે કહ્યું છેકે, કોઇ દાદાગીરી કરે કે હેરાન કરે તો કહેજો, અડધી રાતે આવીશું.
ચૂંટણી સભાને સંબોધતા હીરા સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અસામાજિક તત્વોએ મર્યાદામાં રહીને જીવવું પડશે. જો કોઈ વ્યક્તિ દાદાગીરી કરશે કે કોઈને હેરાન કરશે તો મને જાણ કરજો. અડધી રાત્રે પણ ગાડીઓ લઈને અમે તમારી મદદે આવી પહોંચીશું. તેમણે જનતાને નિર્ભય બનીને રહેવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહન આપ્યું હતું. ધારાસભ્યએ ઉમેર્યું હતું કે તેઓ પ્રજાના રક્ષણ માટે કટિબદ્ધ છે.
આ હુંકાર દરમિયાન, હીરા સોલંકીએ મતદારોને 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર બહોળી સંખ્યામાં મતદાન કરી, પક્ષના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી. તેમનું નિવેદન ચૂંટણી માહોલને વધુ ગરમાવી રહ્યું છે અને સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ક્યારે યોજાશે મતદાન
| નિક સ્વરાજ્યની ચૂંટણી | તારીખ |
| ચૂંટણીની જાહેરાતની તારીખ | 01-04-2026 |
| જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ | 06-04-2026 |
| ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ | 11-04-2026 |
| ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ | 13-04-2026 |
| ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ | 15-04-2026 |
| મતદાનની તારીખ | 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી |
| પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) | 27-04-2026 |
| મતગણતરીની તારીખ | 28-04-2026 |
| ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ | 30-04-2026 |
