Unique Marriage : રાજુલાના ધારાસભ્યએ સમાજમાં દાખલો બેસાડવા દીકરીનો વરઘોડો કાઢ્યો; લોકોના ઉમટી પડ્યા ટોળા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 23 Feb 2024 12:01 PM (IST)Updated: Fri, 23 Feb 2024 12:27 PM (IST)
amreli-news-rajula-mla-hira-solanki-took-the-bridegroom-of-his-daughter-in-his-daughters-marriage

Rajula MLA Hira Solanki : રાજુલામાં એક અનોખા લગ્ન જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અત્યાર સુધી આપણે મોટાભાગે વરરાજાનો વરઘોડો નિકળતો જોયો છે, પરંતુ જાફરાબાદની શેરીઓમાં કંઇક અલગ જ જોવા મળ્યું હતું. જેમાં એક કન્યાનો વરઘોડો નિકળ્યો હતો, આ પળને પોતાની આંખોમા કેદ કરવા માટે શહેરીજનો ઘરની બહાર આવી ગયા હતા.

સમાજને નવી રાહ બતાવવા માટે અને દિકરો - દીકરી એક સમાન છે, તેમના વચ્ચે કોઇ ભેદભાવ ન હોવો જોઇએ, તે બાબતને સાર્થક કરવા માટે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પોતાની દીકરી ચંચલના લગ્ન પ્રસંગે જાફરાબાદના મુખ્ય રસ્તાઓ પર દીકરીનો ઠાઠમાઠથી વરધોડો કાઢયો હતો. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા.

સમાજને નવી રાહ બતાવી
મોટાભાગે લગ્ન પ્રસંગમાં દિકરાના જ વરઘોડા કાઢવામાં આવે છે. પરંતુ આજની 21મી સદીમાં હવે દીકરીઓના પણ વરઘોડા કાઢવામાં આવે છે. આ બાબતોની ખાસ કરીને રાજકીય અને સામજિક આગેવાનો પહેલ કરી રહ્યા છે. જેને નિહાળીને અન્ય લોકો પણ પ્રેરાય છે. આ વરઘોડાની લોકો ભરપુર પ્રશંસા કરી રહ્યા છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.