Amreli Online Fraud: ગુજરાતમાં કરોડો રુપિયાના ઓનલાઇન ફ્રોડનો પર્દાફાશ થયો છે. અમરેલી પોલીસે ઓનલાઇન પેમેન્ટના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી આચરતી એક ગેંગને ઝડપી પાડી છે. અમરેલી પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ ગુગલ પે જેવી એસડી પે જેવી એપ્લિકેશન્સ દ્વારા રોકાણ પર દૈનિક ઊંચા વળતરની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી આચરતા હતા.
પોલીસ તપાસમાં થયો ખુલાસો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ મોબાઇલ એપ મારફતે રોકાણકારોને ઊંચા કેશબેકની લલચ આપતા હતા. જેમાં રોકાણકારોને રુ.1 હજારથી 2500 સુધીનું રોકાણ કરનારને દૈનિક 0.15 ટકા અને 5 લાખથી વધારેનું દૈનિક રોકાણ કરનારા રોકાણકારને 0.30 ટકા સુધીની લાલચ અપાતી હતી. એટલું જ નહીં. આરોપીઓ રોકાણકારોને એવી લાલચ આપતા હતા કે, રેફરલથી જેમ જેમ માણસ જોડાય તો તેમને 3થી 30 ટકા સુધીનું કેશબેક અપાતું હતું.
અમરેલી પોલીસે 6 લોકોની અટકાયત
રોકાણકારોને મળેલા આ કેશબેકને મોબાઇલ રિચાર્જ અને બીલ પેમેન્ટને ઉપયોગમાં લઇ શકાતો હતો. એમ આરોપીઓએ લોકોનો વિશ્વાસ જીત્યો હતો,. આ મામલે અલગ અલગ બેન્ક એકાઉન્ટ સામે 83 ફરિયાદો મળી આવી હતી. આ ફરિયાદોને આધારે સીટની રચના કરાવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અમરેલી પોલીસે આ મામલે મહેસાણા અને અમરેલીના 6 જેટલા આરોપીઓની અટકાયત કરાઇ હતી.
કુલ રુ. 634 કરોડ પડાવી લઇને ખેલ પાડ્યો
લોકો સાથે છેતરપિંડી આચરવા માટે આરોપીઓએ 7 જેટલી બનાવટી કંપનીઓ ઉભી કરી હતી. તેમજ ગુગલ પે જેવી SD પે એપ્લિકેશન બનાવી નાખી હતી. આરોપીઓએ ઊભી કરેલી 7 કંપનીઓ ઉભી કરીને 15 ખાતાઓમાં 1.50 લાખ લોકો પાસેથી કુલ રુ. 634 કરોડ પડાવી લઇને ખેલ પાડી લીધો હતો.
6 આરોપીની ધરપકડ કરાઈ
- ભાવેશ ધીરૂભાઈ ચૌહાણ (ઉં. 41) સુરત મૂળ સાવરકુંડલા
- નિશી સત્યનારાયણ પ્રસાદ (ઉં. 47) મહેસાણા
- શોહિલ જીતેન્દ્રકુમાર મકવાણા (ઉં. 26) મહેસાણા
- નીરવ અરવિંદભાઈ પટેલ (ઉં. 32) મહેસાણા
- આશિષ છગનભાઈ ગેડીયા (ઉં. 38) સુરત, મૂળ વણોટ
- સૂર્યસિંહ જગતસિંહ રાઠોડ (ઉં.24) મહેસાણા
