Amreli News: રાજુલા શહેરમાં રહેતા કોળી પરિવારના બે તરૂણો ખાખબાઈ નજીક આવેલી ધાતરવડી નદીના ધુનામાં નહાવા પડતા એક બાળકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક તરૂણને બહાર કાઢવામાં સફ્ળતા મળી હતી.
વિક્રમ વિષ્ણુ શિયાળ અને સાથે એક મનીષ એમ મળી બે બાળકો આ નદીમાં ન્હાવા પડ્યા હતા. જે પાણીમાં ડૂબી જતા આજુબાજુના લોકો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા. બાદમાં ઘટનાની જાણ થતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવવા માટે નદીમા ઝંપલાવ્યું હતું. જેમાંથી વિક્રમ ચૌહાણ નામના તરૂણનો મૃતદેહ મળી આવ્યો હતો.
