સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળઃ રાજુલા-જાફરાબાદમાં સાંબેલાધાર વરસાદ, રસ્તા પર નદીઓ વહેતી થઈ; દુકાનોમાં પાણી ઘૂસ્યા

સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાજ્યના 48 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી અમરેલીના રાજુલામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય નવસારીના ગણદેવીમાં 3 ઈંચ,ચીખલીમાં તેમજ સુરતના ઓલપાટમાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 04 Jul 2026 07:03 PM (IST)Updated: Sat, 04 Jul 2026 07:03 PM (IST)
amreli-news-heavy-rain-in-saurashtra-rajula-mahuva-flooded-waterlogging-in-shops-damaged

Amreli Rain: સૌરાષ્ટ્રમાં સતત મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ રીતસરના ઘમરોળ્યા બાદ આજે સવારથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ જમાવટ કરતાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

ખાસ કરીને ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. અવિરત અને સતત વરસાદના કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી.

TAT Result 2026: TAT પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર, 200 માર્ક્સની પરીક્ષામાં 3628 વિદ્યાર્થીઓના 120 કરતાં વધુ માર્ક્સ

 

અમરેલી જિલ્લાના દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદનો વધારે જોર

અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. રાજુલા અને જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલામાં અનરાધાર વરસાદ ખાબકતા શહેરના મુખ્ય રસ્તાઓ પર નદી માફક વરસાદી પાણી વહેતા થયા હતા, જેના કારણે વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી.

રાજુલામાં ગાજવીજ સાથે 3 ઈંચથી વધુ ધોધમાર ખાબક્યો 

વરસાદનું રૌદ્ર સ્વરૂપ અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં જોવા મળ્યું હતું. જ્યાં સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન સૌથી વધુ 78 મિ.મી (3.07 ઈંચ) ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરની હવેલી શેરી અને નીચલી બજાર વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણી નીચલી બજારની દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને નુકસાની અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પણ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ યથાવત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

 

 

2 કલાકમાં 49 તાલુકામાં વરસાદ, સવા 3 ઈંચ વરસાદમાં મહુવા પાણી-પાણી

આજે આખા દિવસ દરમિયાન 105 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે બપોરે 2 થી 4ના સમયગાળા દરમિયાન 49 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી ભાવનગર જિલ્લાના મહુવામાં સૌથી વધુ 80 મિ.મી (3.15 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય નવસારી શહેર, જલાલપોરમાં 46-46 મિ.મી. અને જૂનાગઢના વિસાવદરમાં 27 મિ.મી વરસાદ પડ્યો છે.

2 કલાક સતત પડેલા ધોધમાર વરસાદના કારણે મહુવાના મુખ્ય બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મુખ્ય રસ્તાઓ પર પાણી વહેવા લાગતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.