Amreli News: ધારી ગીર પંથકમાં સિંહોની લટાર: મોડી રાત્રે હાઇવે પર પાંચ સિંહો રોડ ક્રોસ કરતા જોવા મળ્યા

ધારી ગીરના મોરઝર નજીકના વિસ્તારમાં સિંહોનું મોટું જૂથ વસવાટ કરે છે. ઉનાળાની ગરમીમાં સિંહો ખોરાક અને પાણીની શોધમાં અવારનવાર રસ્તાઓ પર આવી જતા હોય છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 06 Apr 2025 01:03 PM (IST)Updated: Sun, 06 Apr 2025 01:03 PM (IST)
amreli-news-gir-lions-cross-road-late-night-dhari-gir-area
HIGHLIGHTS
  • હાઇવે પર સિંહોની લટારનો વીડિયો થયો વાયરલ

Amreli News: ધારી ગીર પંથકમાં સિંહોની અવરજવર સામાન્ય બાબત છે, પરંતુ તાજેતરમાં ધારી-અમરેલી સ્ટેટ હાઈવે પર મોડી રાત્રે પાંચ સિંહોનું એક મોટું ટોળું લટાર મારતું જોવા મળ્યું હતું. આ ઘટના ધારીના મોરજર નજીક નવા બની રહેલા માર્ગ પર બની હતી, જ્યાં અચાનક જ પાંચ સિંહો રોડ ક્રોસ કરતા દેખાયા હતા.

આ સમગ્ર ઘટના એક વાહનચાલકના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાંચ સિંહો એક પછી એક શાંતિથી રોડ ક્રોસ કરી રહ્યા છે. આ ઘટના મોડી રાત્રે બની હોવાથી રસ્તા પર વાહનોની અવરજવર ઓછી હતી, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ધારી ગીરના મોરઝર નજીકના વિસ્તારમાં સિંહોનું મોટું જૂથ વસવાટ કરે છે. ઉનાળાની ગરમીમાં સિંહો ખોરાક અને પાણીની શોધમાં અવારનવાર રસ્તાઓ પર આવી જતા હોય છે. આ પહેલાં પણ આ વિસ્તારમાં સિંહોને રસ્તા ક્રોસ કરતા અને આસપાસના વિસ્તારોમાં ફરતા જોવામાં આવ્યા છે.