Amreli District Panchayat Election: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમરેલી જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની વારાફરતી ફાળવણી કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આયોગ દ્વારા જાહેર કરાયેલ આદેશ અનુસાર, અમરેલી જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને મહિલાઓ માટે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા પંચાયતની બેઠકોની ફાળવણીની વાત કરીએ તો, છેલ્લી વસ્તી ગણતરી સને 2011ના આંકડાઓને આધારે કુલ બેઠકો નક્કી કરવામાં આવેલી છે. અમરેલી જિલ્લા પંચાયત માટે કુલ 34 બેઠકો નક્કી કરવામાં આવેલી છે. અમરેલી જિલ્લા પંચાયત માટે અનામત બેઠકોનું વિતરણ નિશ્ચિત કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લા પંચાયત માટે કુલ 34 બેઠકો નક્કી કરવામાં આવી છે અને તેનું વિગતવાર અનામત વર્ગીકરણ જાહેર કરવામાં આવ્યું છે. આ 34 બેઠકો પૈકી અનુસૂચિત જાતિ (એસ.સી.) માટે 2 બેઠકો (1 મહિલા), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (એસ.ઇ.બી.સી.) માટે 4 બેઠકો ( 2 મહિલા), અને સામાન્ય મહિલાઓ માટે 10 બેઠકો અનામત રાખવામાં આવી છે. જ્યારે, 11 બેઠકો બિન-અનામત (સામાન્ય) વર્ગ માટે ફાળવવામાં આવી છે. નોંધનીય છે કે અનુસૂચિત આદિજાતિ (એસ.ટી.) માટે કોઈ બેઠક અનામત નથી.
અમરેલી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કેટલી અનામત બેઠકોની ફાળવણી?
| અમરેલી જિલ્લા પંચાયતની બેઠકો કુલ સંખ્યાઃ 34 | ||
| તાલુકો | મતદાર મંડળનું નામ | ફાળવવામાં આવેલી બેઠકનો પ્રકાર |
| લાઠી | આંબરડી | સામાન્ય |
| અમરેલી | આંકડિયા મોટા | અનુસૂચિત જાતિ |
| રાજુલા | ભેરાઈ | સામાન્ય |
| રાજુલા | ચાંચ | સામાન્ય સ્ત્રી |
| લાઠી | ચાવંડ | સામાન્ય સ્ત્રી |
| અમરેલી | ચિતલ | સામાન્ય સ્ત્રી |
| ધારી | દલખાણીયા | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| ખાંભા | ડેડાણ | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| બાબરા | દેવળિયા મોટા | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| કુંકાવાવ-વડીયા | દેવગામ | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| ધારી | ધારગણી | સા.શૈ.પછાતવર્ગ |
| રાજુલા | ડુંગર | સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી |
| સાવરકુંડલા | ગાધકડા | સા.શૈ.પછાતવર્ગ |
| બગસરા | હામાપુર | સા.શૈ.પછાતવર્ગ |
| બાબરા | કરિયાણા | સા.શૈ.પછાતવર્ગ |
| અમરેલી | કેરિયાનાગસ | સામાન્ય સ્ત્રી |
| ખાંભા | ખાંભા | સામાન્ય |
| બાબરા | કોટડા પીઠા | સામાન્ય સ્ત્રી |
| રાજુલા | કોટડી | સામાન્ય |
| લીલીયા | ક્રાંકચ | સામાન્ય સ્ત્રી |
| કુંકાવાવ-વડીયા | કુંકાવાવ મોટી | અનુસૂચિત જાતિ |
| લીલીયા | લીલીયા | સામાન્ય |
| લાઠી | મતિરાળા | અ.સૂ.આ. જાતિ સ્ત્રી |
| જાફરાબાદ | નાગેશ્રી | સામાન્ય સ્ત્રી |
| સાવરકુંડલા | નેસડી | સામાન્ય સ્ત્રી |
| ખાંભા | સમઢીયાળા મોટા | સામાન્ય |
| ધારી | સરસીયા | સામાન્ય |
| સાવરકુંડલા | શેલણા | સામાન્ય |
| જાફરાબાદ | ટીંબી | સામાન્ય |
| કુંકાવાવ-વડીયા | વડીયા | અનુસૂચિત જાતિ સ્ત્રી |
| બગસરા | વાઘણીયા જૂના | સામાન્ય સ્ત્રી |
| સાવરકુંડલા | વંડા | સામાન્ય સ્ત્રી |
| અમરેલી | વાંકિયા | સામાન્ય |
| સાવરકુંડલા | વિજપડી | સામાન્ય |
