Amreli District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ અમરેલી જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 8.05 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે.
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, અમરેલી જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
અમરેલી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો વોડૅ નં વોડૅ નું નામ પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર 1 ૧-આંબરડી 12392 11126 23518 2 ર-આંકડીયા મોટા 13808 12352 26160 3 ૩-ભેરાઇ 14175 12966 27141 4 ૪-ચાંચ 15711 14694 30405 5 ૫-ચાવંડ 12583 11450 24033 6 ૬-ચિતલ 11603 10422 22025 7 ૭-દલખાણીયા 15019 13212 28231 8 ૮-ડેડાણ 14226 12687 26913 9 ૯-દેવળિયા મોટા 15239 13752 28991 10 ૧૦-દેવગામ 12947 11777 24724 11 ૧૧-ઘારગણી 11089 10004 21093 12 ૧૨-ડુંગર 12695 11311 24006 13 ૧૩-ગાધકડા 14399 12645 27044 14 ૧૪-હામાપુર 12509 11463 23972 15 ૧૫-કરિયાણા 18184 16562 34746 16 ૧૬-કેરીયાનાગસ 13246 11776 25022 17 ૧૭-ખાંભા 11288 10184 21472 18 ૧૮-કોટડાપીઠા 16421 14824 31245 19 ૧૯-કોટડી 13130 11511 24641 20 ૨૦-ક્રાંકચ 12294 11023 23317 21 ૨૧-કુંકાવાવ મોટી 13309 11919 25228 22 રર-લીલીયા 12808 11522 24330 23 ૨૩-મતિરાળા 13490 11967 25457 24 ૨૪-નાગેશ્રી 16611 15273 31884 25 ૨૫-નેસડી 11472 10126 21598 26 ૨૬-સમઢીયાળા મોટા 12389 11104 23493 27 ર૭-સરસીયા 12001 10515 22516 28 ૨૮-શેલણા 10519 9263 19782 29 ૨૯-ટીંબી 16282 14603 30885 30 ૩૦-વડિયા 14641 13136 27777 31 ૩૧-વાઘણીયા જૂના 11002 10167 21169 32 ૩૨-વંડા 11315 10278 21593 33 ૩૩-વાંકિયા 11435 10210 21645 34 ૩૪-વિજપડી 15217 13604 28821
આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો વોડૅ નં વોડૅ નું નામ આમ આદમી પાર્ટી 1 ૧-આંબરડી મુકેશભાઈ ભૂત 3 ૩-ભેરાઇ જીલુભાઈ વાઘ 4 ૪-ચાંચ ગુજરિયા દિવ્યાબેન 5 ૫-ચાવંડ ભાડાણી અર્ચનાબેન 6 ૬-ચિતલ રેખાબેન અશોકભાઈ માંગરોળીયા 7 ૭-દલખાણીયા મકવાણા મંજુને 8 ૮-ડેડાણ હર્ષાબેન વિઠ્ઠલભાઈ ડાભી 9 ૯-દેવળિયા મોટા મુન્નીબેન ડાભી 10 ૧૦-દેવગામ રાજુભાઈ સુબાભાઈ વાળા 11 ૧૧-ઘારગણી પ્રતાપભાઈ ધાતલ 13 ૧૩-ગાધકડા જગદીશભાઈ કલાણીયા 14 ૧૪-હામાપુર વનરાજભાઈ વાળા 15 ૧૫-કરિયાણા રોજસરા લાલજીભાઈ 16 ૧૬-કેરીયાનાગસ ઉર્વશીબેન મયુરભાઈ કથેરીયા 17 ૧૭-ખાંભા વોરા હિંમતભાઈ 18 ૧૮-કોટડાપીઠા બારૈયા બંદનાબેન 19 ૧૯-કોટડી ચૌહાણ કાળુભાઈ 20 ૨૦-ક્રાંકચ ગીતાબેન નાકરાણી 21 ૨૧-કુંકાવાવ મોટી કાંતિભાઈ ધાધલ 22 રર-લીલીયા અરુણાબેન પંડ્યા 24 ૨૪-નાગેશ્રી જોસનાબેન રાઠોડ 25 ૨૫-નેસડી સાવલીયા અંકિતાબેન 26 ૨૬-સમઢીયાળા મોટા પ્રકાશભાઈ સેલાડીયા 27 ર૭-સરસીયા મહેન્દ્રભાઈ ઠુમ્મર 28 ૨૮-શેલણા જગદીશ ઠાકોર 29 ૨૯-ટીંબી જીતેન્દ્રકુમાર વરુ 30 ૩૦-વડિયા રમાબેન જયંતિભાઈ પડાચા 31 ૩૧-વાઘણીયા જૂના કાપડિયા ભાવનાબેન 32 ૩૨-વંડા જિજ્ઞાસા રાડાડિયા 33 ૩૩-વાંકિયા હાર્દિકભાઈ સંઘાણી 34 ૩૪-વિજપડી ભાવેશભાઈ લાડુમોર
અમરેલી જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Amreli District Panchayat Election 2026 Schedule)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ ચૂંટણીની જાહેરાતની તારીખ 01-04-2026 જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ 06-04-2026 ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 11-04-2026 ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ 13-04-2026 ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 15-04-2026 મતદાનની તારીખ 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) 27-04-2026 મતગણતરીની તારીખ 28-04-2026 ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30-04-2026