Amreli: સગીર રીલ બનાવવાના ચક્કરમાં ઝેરી દવા ગટગટાવી ગયો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

બાળકના પરિવારને આ સમગ્ર મામલાની જાણ થતા પરિવારે તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 15 Jan 2025 10:54 AM (IST)Updated: Wed, 15 Jan 2025 10:54 AM (IST)
a-minor-resident-of-bagasara-in-amreli-consumed-poisonous-substance-while-making-a-reel
HIGHLIGHTS
  • રિલ બનાવવા દવા પીધી
  • હોસ્પિટલમાં સારવાર હેઠળ

Amreli News: આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રિલ્સ પોસ્ટ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે યુવાનો પોતાના જીવના જોખમે સોશિયલ મીડિયા પર રિલ્સ પોસ્ટ કરી રહ્યા છે. અમરેલીના બગસરામાં એક સગીર બાળકે રિલ્સ બનાવવાની આશામાં ઝેરી દવા પીધી હતી. બાળકના પરિવારને આ સમગ્ર મામલાની જાણ થતા પરિવારે તાત્કાલિક બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રિલ બનાવવા દવા પીધી

મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયાના ક્રેઝમાં ક્યારેક સગીર જીવલેણ જોખમો લેતા હોય છે. રિલ્સ બનાવવાની ક્રેઝમાં, સગીરે ઝેરી દવા ગળી લીધી હતી. બગસરામાં, એક ખેતમજૂરના 15 વર્ષના બાળકે ઝેરી દવા પીધી હતી. ખેતીના પાકમાં વપરાતી દવા પીધા બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં સારવાર હેઠળ

પરિવાર દ્વારા આ સમગ્ર મામલાની તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે સગીરે નવા વાઘાણીયાના બગીચામાં રિલ્સ બનાવવા માટે દવા પીધી હતી. ખેતીના પાકમાં વપરાતી દવા પીધા બાદ બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા માટે બનાવેલી રીલ બાળકના મોબાઇલ ફોન માંથી મળી આવી હતી, ત્યારબાદ પરિવારને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.