Sabarmati Varanasi Express: સાબરમતી-વારાણસી એક્સપ્રેસ હવે સુપરફાસ્ટ ટ્રેન તરીકે દોડશે, જાણો ટાઈમ અને નવું ભાડું

હવે 19407/19408 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ ટ્રેન હવે સુપરફાસ્ટ ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. ટ્રેન સુપરફાસ્ટ થયા પછી તેના નંબર બદલી દેવામાં આવશે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Wed, 27 Nov 2024 11:29 AM (IST)Updated: Wed, 27 Nov 2024 11:29 AM (IST)
western-railways-key-decision-sabarmati-varanasi-express-to-operate-as-superfast-train-know-schedule-route-details

Sabarmati Varanasi Express Train: પશ્ચિમ રેલવે દ્વારા મહત્ત્વનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત હવે 19407/19408 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ ટ્રેન હવે સુપરફાસ્ટ ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. ટ્રેન સુપરફાસ્ટ થયા પછી તેના નંબર બદલી દેવામાં આવશે. રેલવે અધિકારીએ જણાવ્યું છે કે, 19407 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ બદલાયેલા નંબર 20963 સાબરમતી-વારાણસી સુપરફાસ્ટ આગામી 2 જાન્યુઆરીથી દોડશે.

મહત્ત્વનું છે કે, 19407/19408 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ ટ્રેન હવે સુપરફાસ્ટ થતાં પેસેન્જરોને મુસાફરીમાં 1 કલાકથી વધુનો સમય બચશે. આ ઉપરાંત સુપરફાસ્ટ ટ્રેનનો ચાર્જ તરીકે સ્લીપરમાં 20 રૂપિયા, એસી કોચમાં 30 રૂપિયા પેસેન્જરોએ વધુ ચૂકવવા પડશે.

રેલવે અધિકારીએ જણાવ્યા મુજબ, 19407 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ બદલાયેલા નંબર 20963 સાબરમતી-વારાણસી સુપરફાસ્ટ આગામી 2 જાન્યુઆરીથી સાબરમતીથી રાતે 10.55 વાગ્યે ઉપડશે. આ પછી ત્રીજા દિવસે વહેલી સવારે 5.30 વાગ્યે સાબરમતી વારાણસી પહોંશે. આ ઉપરાંત 4 જાન્યુઆરીથી 19408 વારાણસી-સાબરમતી એક્સપ્રેસ બદલાયેલા નંબર 20964 તરીકે શરૂ થશે.