Festival Special Train: આગામી પૂજા, દિવાળી અને તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદના અસારવા અને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ વચ્ચે સાપ્તાહિક ‘ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન’ દોડાવવામાં આવશે. આ ટ્રેન બંને દિશામાં કુલ 12 ફેરા કરશે, જેથી તહેવારોમાં ઘર તરફ જતા મુસાફરોને કન્ફર્મ ટિકિટ અને મુસાફરીમાં મોટી રાહત મળશે.
ટ્રેન સમયપત્રક અને સંચાલનની વિગત (ટ્રેન નં. 04166/04165)
અસારવા – પ્રયાગરાજ સ્પેશિયલ (04166)
આ ટ્રેન 22 ઓક્ટોબરથી 26 નવેમ્બર, 2026 સુધી દર ગુરુવારે અસારવાથી સવારે 08:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10:35 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે.
પ્રયાગરાજ – અસારવા સ્પેશિયલ (04165)
રિટર્ન દિશામાં આ ટ્રેન 21 ઓક્ટોબરથી 25 નવેમ્બર, 2026 સુધી દર બુધવારે પ્રયાગરાજથી સવારે 05:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 05:45 વાગ્યે અસારવા પહોંચશે.
ટ્રેનનો રૂટ અને મુખ્ય સ્ટોપેજ
આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મહત્વના સ્ટેશનો પર રોકાશે.
મુખ્ય સ્ટેશનો: હિંમતનગર, લુસાડિયા, ડુંગરપુર, સેમારી, ઝાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી જંક્શન, ચંદેરિયા, માંડલગઢ, બુંદી, કેશોરાયપાટન, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડોન સિટી, બયાના, રૂપબાસ, ફતેહપુર સીકરી, ઈદગાહ આગ્રા, ટુંડલા, ફિરોઝાબાદ, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને ફતેહપુર.
કોચ કમ્પોઝિશન અને બુકિંગ માહિતી
કોચ સુવિધા: મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનમાં એસી 3-ટિયર (AC 3-Tier), સ્લીપર ક્લાસ (Sleeper) અને જનરલ સેકન્ડ ક્લાસ (General Class)ના કોચ ઉપલબ્ધ રહેશે.
બુકિંગ ક્યારથી શરૂ થશે?
ટ્રેન નંબર 04166 માટેનું એડવાન્સ બુકિંગ 19 ઓક્ટોબર, 2026થી તમામ PRS પેસેન્જર રિઝર્વેશન કાઉન્ટર્સ અને IRCTCની અધિકૃત વેબસાઇટ/એપ પર શરૂ થશે.
(નોંધ: ટ્રેનના સ્ટોપેજ, કોચ કમ્પોઝિશન અને રિયલ-ટાઇમ સમય માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર વિગતો ચકાસી શકે છે.)
