સૌરાષ્ટ્રવાસીઓ સાચવજોઃ પશ્ચિમી વિક્ષોપની અસરથી હવામાનમાં પલટો આવશે, કચ્છ,દ્વારકા સહિત 4 જિલ્લામાં માવઠાનું જોર વધારે રહેશે

એપ્રિલ મહિનામાં એક પછી એક 8 જેટલા પશ્ચિમી વિક્ષોપ આવી શકે છે. આગામી 10 થી 12 અને પછી 16 એપ્રિલ બાદ પણ વધુ એક ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 02 Apr 2026 08:41 PM (IST)Updated: Thu, 02 Apr 2026 08:41 PM (IST)
western-disturbance-to-bring-unseasonal-rain-in-gujarat-in-next-48-hours-says-ambalal-patel

Ambalal Patel Ni Agahi: ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાંથી પસાર થતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ માર્ચ મહિનામાં પણ માવઠાના બે રાઉન્ડ રહ્યા બાદ એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં પલટાની સ્થિતિ યથાવત રહી શકે છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી 48 કલાકમાં કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, એપ્રિલ મહિનામાં પણ વારાફરતી 7 થી 8 જેટલા પશ્ચિમી વિક્ષોપ આવી રહ્યા છે. અત્યારે પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપર આવી રહ્યું છે, જેની અસર આગામી 48 કલાકમાં જોવા મળશે.

આ પશ્ચિમી વિક્ષોપની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં જોવા મળશે. જેમાં રાજકોટ, દ્વારકા, જામનગરમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. આ સિવાય 3 થી 5 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો ક્યાં-ક્યાંક વરસાદી છાંટા પડી શકે છે.

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 10 થી 12 એપ્રિલમાં વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવશે. જેની અસર પણ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે. આ દરમિયાન કોઈ-કોઈ ભાગોમાં તાપ તો કોઈ ભાગોમાં ફરીથી હવામાનમાં પલટો આવી શકે છે. આ સિવાય 16 એપ્રિલ પછી પણ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે.