અમદાવાદમાં 25 ઓક્ટોબરે પાણીનો સપ્લાય ખોરવાશે, કોતરપુર વોટર વકર્સને પુરતું પાણી ના મળતા શહેરના 5 ઝોનમાં વ્યાપક અસર

નર્મદા મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં વધઘટને કારણે કોતરપુર વૉટર વર્ક્સમાં રૉ-વૉટરની અછત સર્જાઈ છે. પરિણામે, આવતીકાલે રવિવારે અમદાવાદના પાંચ ઝોનના મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે અથવા ઓછો આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 24 Oct 2026 05:11 PM (IST)Updated: Sat, 24 Oct 2026 05:11 PM (IST)
water-supply-disruption-in-ahmedabad-5-zones-to-face-water-shortage-on-october-25

Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કોતરપુર વૉટર વર્ક્સને પાણી પૂરું પાડતી નર્મદા મુખ્ય નહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં વધઘટ થવાને કારણે આજે કોતરપુર વૉટર વર્ક્સ ખાતે પૂરતા પ્રમાણમાં રૉ-વૉટર ઉપલબ્ધ થઈ શકશે નહીં. જેના પરિણામ સ્વરૂપ આવતીકાલે રવિવારના રોજ અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે અથવા ઓછો આવશે.

 પાંચ ઝોનમાં પાણી વિતરણ પર અસર

શહેરના સમગ્ર પૂર્વ વિસ્તાર સહિત આશરે 70 ટકા ભાગમાં પૂરતુ પાણી પહોંચાડતાં કોતરપુર વોટર વર્ક્સ ખાતે પાણીની અછત વર્તાઈ છે. મનપા દ્વારા ઉપલબ્ધ જળરાશિના જથ્થા પ્રમાણે, પાણી શુદ્ધ કરીને વિતરિત કરવામાં આવશે.

આ સ્થિતિને લીધે અમદાવાદ શહેરના મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોન હેઠળ આવતા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો પરથી પાણી ઓછું સપ્લાય કરવામાં આવશે.


ક્યા વિસ્તારોમાં પાણીના પુરવઠાને અસર થશે?


પશ્ચિમ અને મધ્ય ઝોન: ચાંદખેડા, સાબરમતી, રાણીપ, મોટેરા, વાસણા, નવા વાડજ, પાલડી, નવરંગપુરા, નારણપુરા, સ્ટેડિયમ, શાહપુર, દરિયાપુર, માધુપુરા, શાહીબાગ, જમાલપુર અને ખાડિયા.

પૂર્વ અને ઉત્તર ઝોન: ગોમતીપુર, સૈજપુર, કુબેરનગર, સરદારનગર, એરપોર્ટ, ઓઢવ, રામોલ અને હાથીજણ, નરોડા, નિકોલ, વિરાટનગર, બાપુનગર, ઠક્કરબાપાનગર

દક્ષિણ ઝોન: લાંભા, મણિનગર, ઈસનપુર, કાંકરિયા, વટવા અને નારોલ.

AMCની નાગરિકોને પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની સલાહ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને અગાઉથી જ જરૂરી પાણીનો જથ્થો સંગ્રહ કરી રાખવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે.