Valiant Creator Meet and Awards 2026: ગુજરાતમાં પોતાના પ્રકારના સૌપ્રથમ ઐતિહાસિક પહેલ રૂપે, અમદાવાદ શહેર ઇતિહાસનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. વેલિયન્ટ ક્રિએટર મીટ એન્ડ એવોર્ડ્સ 2026નું આયોજન 26 સપ્ટેમ્બર 2026 ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.
ક્રિકેટર અને ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહેશે
આ પ્રતિષ્ઠિત કાર્યક્રમનું આયોજન વેલિયન્ટ અને Dfolk સ્પોર્ટ્સ એન્ડ ઇવેન્ટ્સ મેનેજમેન્ટ દ્વારા એક ઉમદા હેતુ સાથે કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું અને સમાજને પ્રેરણા આપનારાઓનું સન્માન કરવું. આ ભવ્ય ઉજવણી રમતગમત, પ્રેરણા, ઉદ્યોગસાહસિકતા અને ડિજિટલ સર્જનની દુનિયાને એક છત નીચે લાવશે.
આ કાર્યક્રમ દેશના કેટલાક સૌથી સન્માનિત નામોની હાજરીથી શોભશે, જેમાં ભારતીય ક્રિકેટર ઋષિ ધવન, પૂર્વ ક્રિકેટર અને Valiant Asia બ્રાન્ડ એમ્બેસેડર વિપુલ નારીગરા અને એશિયન ગેમ્સ ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
વેલિયન્ટ ક્રિએટર મીટ એન્ડ એવોર્ડ્સ 2026 શું છે?
ક્રિએટર સ્પોટલાઇટ દ્વારા, વેલિયન્ટ ક્રિએટર મીટ એન્ડ એવોર્ડ્સ ૨૦૨૬ નો ઉદ્દેશ્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી અને સમાજ સેવાની પ્રવૃત્તિઓમાં સક્રિય 25 ક્રિએટર્સ અને 10 વિઝનરી લીડર્સનું સન્માન કરીને કરવાનો છે.આ એવોર્ડ બે મુખ્ય કેટેગરીમાં વહેંચાયેલા છે:
વેલિયન્ટ ક્રિએટર સ્પોટલાઇટ એવોર્ડ્સ 2026
વેલિયન્ટ એવા સર્જકોને સ્પોટલાઇટ કરે છે, જેમનો પ્રભાવ સમાજને પ્રેરણા આપે છે. પ્રખ્યાત ક્રિએટર્સમાં ગુજરાતના અન્ય 25 પ્રભાવશાળી ક્રિએટર્સનો સમાવેશ થાય છે.
વેલિયન્ટ વિઝનરી લીડર્સ એવોર્ડ્સ 2026
વેલિયન્ટ એવા ઉદ્યોગસાહસિકો, સ્થાપકો અને નેતાઓનું સન્માન કરે છે, જેઓ સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આમાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા, મધુસુદન વિદ્યાપીઠ સુરતના મેનેજિંગ ટ્રસ્ટી લાલજીભાઈ નકુમ, યુવા બિઝનેસમેન રાજન ડેર, શિવા ફિટનેસના ઓનર ભરત વઘાસિયા, દેવ એસોસિએટ્સના ફાઉન્ડર સંદીપ રાવલ સહિત અન્ય 5 પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે.
