Navratri 2026: અમદાવાદમાં નવરાત્રિ પર્વની તૈયારીઓ શરૂ, ગરબા માટે ફાયર એનઓસી અનિવાર્ય, પોલીસ દ્વારા ગરબા આયોજકો માટે કડક ગાઈડલાઈન 

અમદાવાદમાં નવરાત્રિ ગરબા આયોજકો માટે પોલીસે કડક નિયમો જાહેર કર્યા છે. ફાયર NOC, સીસીટીવી, કેપેસિટી અને 12 વાગ્યા સુધીના લાઉડસ્પીકર સહિતની તમામ ગાઈડલાઈન જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 18 Sep 2026 09:30 AM (IST)Updated: Fri, 18 Sep 2026 09:30 AM (IST)
navratri-2026-ahmedabad-garba-rules-fire-noc-police-permission-guidelines

Navratri 2026: ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં નવલા નોરતાની તૈયારીઓ અત્યારથી જ શરુ થઈ ગઈ છે. નવરાત્રિના નવ દિવસ માઈ ભક્તો અને ગરબાના ખેલૈયાઓ ગરબે ઝૂમીને માતાની ભક્તિ કરશે, પહેલાના સમયમાં લોકો શેરી ગરબાનું આયોજન કરતાં હતા. પરંતુ આધુનિક સમયમાં ગરબા આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરાતું હોય છે. જેથી મોટા શહેરોમાં પાર્ટીપ્લોટ અને ગ્રાઉન્ડમાં ગરબા ખેલાવા લાગ્યા છે. આથી ગરબામાં કાયદો અને વ્યવસ્થા જળવાય માટે અમદાવાદ પોલીસ સુસજ્જ બની છે.

ફાયર અને પોલીસ પાસેથી મંજૂરી લેવી પડશે

અમદાવાદ શહેરમાં પાર્ટીપ્લોટ અને કલબ હાઉસોમાં ગરબે રમાડવા માટે આયોજકો તૈયાર છે. ત્યારે નવલી નવરાત્રિના નવ દિવસોમાં લોકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાય તે હેતુથી અમદાવાદ પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ પોલીસે ગરબા આયોજકો માટે ખાસ નિયમો જારી કર્યા છે. જેના નિયમોનું ગરબા આયોજકોએ કડક અને ચુસ્ત પાલન કરવું પડશે, આયોજકોએ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ પાસેથી જરૂરી મંજૂરીઓ ફરજિયાત પણે લેવી પડશે.

ગરબામાં ફાયર એનઓસી વગર મંજૂરી નહીં મળે

પાર્ટીપ્લોટ અને ગ્રાઉન્ડમાં ખેલાતા ગરબાનું જો ફાયર એનઓસી લીધેલું નહીં હોય તો પોલીસ મંજૂરી મળી શકશે નહી. ગરબા આયોજકોએ સ્થળ પર લોકોની ક્ષમતાની મંજૂરી મળી હોય એટલા લોકોને ગરબામાં પ્રવેશ આપવાનો રહેશે. વધુ ટિકિટ પાસ વેચી શકાશે નહી. શહેરમાં ગરબાના આયોજકોએ ગરબાના સ્થળની સુરક્ષાની વ્યવસ્થા કરવાની રહેશે. જેમાં લોકોને બહાર નીકળવા અને પ્રવેશ માટે દરવાજાની વ્યવસ્થા કરવાની રહેશે.

ગરબાના સ્થળે ખાસ સીસીટીવી, સુરક્ષા કર્મચારીઓ, તબીબી સુવિધા, અને એમ્બ્યુલ્સની ખાસ વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ નવરાત્રિના પર્વ પર ઘણા આવારા અને અસામાજિક તત્વો બહેન-દીકરીઓની છેડતી કરતા હોય છેચ તેવા લોકો સામે ખાસ નજર રાખીને કડક અને દંડનીય કાર્યવાહી કરવાની રહેશે.

અમદાવાદ પોલીસ દ્વારા ગરબા આયોજકો માટે કડક નિયમો

  • ગરબા આયોજકે ફાયર એનઓસી લેવી ફરજિયાત છે.
  • ગરબા આયોજકોએ ગરબાના સ્થળ પર પ્રવેશ અને બહાર નીકળવાની દરવાજાની વ્યવસ્થા કરવાની રહેશે.
  • ગરબામાં લોકોની ક્ષમતાથી વધુ લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે.
  • કટોકટી સમયે લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે અલગ માર્ગની વ્યવસ્થા.
  • ગરબા સ્થળની ક્ષમતા કરતાં વધુ પાસ વેચી શકાશે નહીં.
  • આયોજકોએ ગરબા સ્ટેજની મજબૂતાઈનું સર્ટિફિકેટ લેવાનું રહેશે.
  • સ્થળ પર સ્વયસેવકો અને સુરક્ષા કર્મચારીઓ પાસે આઈકાર્ડ હોવા અનિવાર્ય.
  • ગરબાના દરેક પ્રવેશ દ્વાર પર સુરક્ષા કર્મીઓ તૈનાત.
  • પાર્ટી પ્લોટ કે ગ્રાઉન્ડ પર ખૂણે ખૂણે સીસીટીવી ફરજિયાત રાખવા પડશે.
  • ગરબાના સ્થળ પર તબીબી સુવિધા અને એમ્બ્યુલન્સની સુવિધા.
  • મોટા સ્થળો પર ઊંચા ટાવરની વ્યવસ્થા રાખવી પડશે.
  • શાળા, હોસ્પિટલ અને કોર્ટ જેવા વિસ્તારોના 100 મીટરના એરિયામાં ઘોંઘાટ પર કડક પ્રતિબંધ
  • રાત્રિના 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં