જૂના વાહનોના વેચાણમાં મુશ્કેલી: નવા નિયમોને કારણે ટૂ-વ્હીલરનું નામ ટ્રાન્સફર અને લોનના નાણાં અટવાયા, એસોસિએેશનની રજૂઆત

જૂની સિસ્ટમ પ્રમાણે વાહનમાં નામ ટ્રાન્સફર અને હાયર પરચેઝની પ્રક્રિયા એકસાથે થતી હતી, પરંતુ નવા નિયમો મુજબ હવે આ પ્રક્રિયામાં જટિલતાઓ સર્જાઈ રહી છે. જેના કારણે વેપારીઓના લાખો રૂપિયા અટવાઈ જવાથી વ્યવસાયમાં મોટું નુકસાન થઈ રહ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 09 Nov 2026 07:38 AM (IST)Updated: Mon, 09 Nov 2026 07:38 AM (IST)
used-two-wheeler-transfer-loan-issues-new-rules-ahmedabad
વપરાયેલ ટુ વ્હીલર ટ્રાન્સફર નિયમો

Used Two Wheeler Transfer Rules: રાજ્યભરમાં જૂના ટુ-વ્હીલર વાહનોના ખરીદ-વેચાણમાં વાહન માલિકી નામ ટ્રાન્સફર અને બેંકનું હાયર પરચેઝ (HP) ઉમેરવાની પ્રક્રિયાને લીધે વેપારીઓ અને ગ્રાહકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકો દ્વારા વાહન પર નવું હાયર પરચેઝ ઉમેરાયા બાદ જ વેપારીઓને લોનની રકમ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત, જો વાહનનું નામ ટ્રાન્સફર ન થાય તો બેંકો દ્વારા લોનની ચૂકવણી અટકાવી દેવાય છે, જેના કારણે વેપારીઓના લાખો રૂપિયા અટવાઈ જાય છે.

નવી સિસ્ટમથી ઊભી થયેલી સમસ્યાઓ અને એસોસિએશનની માંગ

જૂની સિસ્ટમ પ્રમાણે વાહનમાં નામ ટ્રાન્સફર અને હાયર પરચેઝની પ્રક્રિયા એકસાથે થતી હતી, પરંતુ નવા નિયમો મુજબ હવે આ પ્રક્રિયામાં જટિલતાઓ સર્જાઈ રહી છે. જેના કારણે વેપારીઓના લાખો રૂપિયા અટવાઈ જવાથી વ્યવસાયમાં મોટું નુકસાન થઈ રહ્યું છે.

જૂના વાહનોના એસોસિએશનના શહેર પ્રમુખ પૂર્વાંગ પંચાલે આ અંગે જણાવ્યું છે કે, જો નામ ટ્રાન્સફર અને બેંકનું હાયર પરચેઝ ઉમેરવાની પ્રક્રિયા એક જ સંકલિત વ્યવસ્થા હેઠળ કરાય તો ભવિષ્યમાં નાણાકીય અને કાનૂની છેતરપિંડી અટકાવી શકાય છે. આ બાબતે એસોસિએશન દ્વારા વાહન વ્યવહાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીને રજૂઆત કરવામાં આવી છે, અને મંત્રી દ્વારા આ અંગે સકારાત્મક ઉકેલ લાવવા માટે આશ્વાસન પણ આપવામાં આવ્યું છે.

કઈ મુશ્કેલીઓ આવી રહી છે અને શું છે માંગણીઓ?

મુશ્કેલીઓ:

  • વાહનનું નામ ટ્રાન્સફર ન થાય તો બેંક દ્વારા લોનની ચૂકવણી અટકાવી દેવાય છે.
  • આ પ્રક્રિયાના કારણે વેપારીઓના લાખો રૂપિયા અટવાઈ જાય છે અને વ્યવસાયમાં મોટું નુકસાન થાય છે.
  • હાલ અગાઉનું હાયર પરચેઝ દૂર કર્યા બાદ જ વાહનનું નામ ટ્રાન્સફર અને ત્યારબાદ નવા બેંકનું એચપી ઉમેરવાની પ્રક્રિયામાં મુશ્કેલી થાય છે.
  • ગ્રાહકને નવી આરસીબુક મળ્યા બાદ પણ એક જ વાહન ઉપર બીજી બેંકમાંથી લોન મેળવવાની અથવા અન્ય વ્યક્તિને વાહન વેચવાની શક્યતા હોવાથી છેતરપિંડીનું જોખમ વધી શકે છે.

મુખ્ય માંગણીઓ:

  • જૂનું એચપી દૂર કર્યા બાદ વાહનનું નામ ટ્રાન્સફર, નવા બેંકનું એચપી ઉમેરવાની પ્રક્રિયા એકસાથે કરાય.
  • બેંક, આરટીઓ અને વાહન પોર્ટલ વચ્ચે યોગ્ય સંકલન કરાય, જેથી લોનની ચૂકવણીની સમસ્યાનો ઉકેલ આવે.
  • એક જ વાહન ઉપર બેવડી લોન, ગેરકાયદેસર વેચાણ અથવા અન્ય છેતરપિંડી ન થઈ શકે તે માટે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાય.