Unseasonal Rain Gujarat: ગુજરાતમાં આગામી 10 દિવસ ખેડૂતો માટે ચિંતાજનક, રાજ્યના આ વિસ્તારોમાં કરા સાથે વરસાદની અંબાલાલ પટેલની ભયાનક આગાહી

રાહત મળે તે પહેલા જ 3 એપ્રિલ ની આસપાસ વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની પૂરેપૂરી શક્યતા છે, જેની અસર 6-7 એપ્રિલ સુધી લંબાઈ શકે છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 30 Mar 2026 07:25 PM (IST)Updated: Mon, 30 Mar 2026 07:25 PM (IST)
unseasonal-rain-gujarat-the-next-10-days-in-gujarat-will-be-worrisome-for-farmers-ambalal-patels-dire-prediction-of-rain-with-hail-in-these-areas-of-the-state

Ambalal Patel Ni Agahi: ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 10 દિવસ ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક સાબિત થઈ શકે છે. રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.

વરસાદ અને કરાની આગાહી

ઉત્તર અને મધ્ય ગુજરાત: સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ તેમજ પંચમહાલ અને મહીસાગર જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

અમદાવાદ-ગાંધીનગર: મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાના ભાગોમાં પણ બપોર બાદ વાતાવરણ પલટાશે અને કેટલાક સ્થળોએ કરા પડી શકે છે.

સૌરાષ્ટ્ર: સૌરાષ્ટ્રના ભિન્ન-ભિન્ન ભાગોમાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પવનની ગતિ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 3 એપ્રિલની આસપાસ વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે પવનની ગતિમાં ભારે વધારો થશે. એપ્રિલ માસ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધુ રહેવાની શક્યતા છે, જે ઉભા પાકને નુકસાન પહોંચાડી શકે છે.

આ ઉપરાંત આગામી 6 એપ્રિલની આસપાસ પણ વાતાવરણમાં ફરીથી ફેરફાર જોવા મળશે. ખાસ કરીને બપોર પછીના સમયે ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વધુ છે.

7 એપ્રિલથી ફરી એકવાર માવઠાની શક્યતા છે. ત્યારબાદ 10 થી 20 એપ્રિલ વચ્ચે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળી શકે છે.

એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી

માવઠાના રાઉન્ડ બાદ ગરમીમાં પણ જોરદાર વધારો થશે. 26 એપ્રિલ આસપાસ તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના છે. વરસાદી માહોલને કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી ગરમીમાં કામચલાઉ રાહત મળી છે. જોકે, અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, એપ્રિલના અંતમાં આ સ્થિતિ પલટાશે અને તાપમાનનો પારો 45 ડિગ્રી ને પાર કરી શકે છે.

ભવિષ્યની મોટી આગાહી

અંબાલાલ પટેલે માત્ર એપ્રિલ જ નહીં, પણ મે અને જૂન મહિના માટે પણ મહત્વના સંકેતો આપ્યા છે. 11 થી 20 મે દરમિયાન રાજ્યમાં ધૂળની ડમરીઓ અને આંધીનું પ્રમાણ વધુ રહેશે. તો 17 મે ના રોજ બંગાળની ખાડીમાં અને 20 જૂને અરબ સાગરમાં વાવાઝોડું (Cyclone) સર્જાવાની શક્યતા છે.