United Waves of Ahmedabad 2025: નવમા નોરતે ઢોલ-શરણાઈના તાલે વહેલી સવાર સુધી ખેલૈયાઓ ગરબે રમ્યા, આજે સ્ટુડન્ટ માટે ખાસ ઓફર

આજે દશેરા નિમિત્તે 199 રૂપિયામાં વિદ્યાર્થીઓ માટે એન્ટ્રી ટિકિટ રાખવામાં આવી છે. આ સ્ટુડન્ટ્સે તેમનું કોલેજ કે, સ્કૂલનું આઈડી બતાવવું ફરજિયાત રહેશે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 02 Oct 2025 04:21 PM (IST)Updated: Thu, 02 Oct 2025 04:21 PM (IST)
united-waves-ahmedabad-2025-khelaiya-played-garba-till-morning-dhol-sharnai-beats-echoed-special-student-offer-today
HIGHLIGHTS
  • નવામા નોરતે અહીં ખેલૈયાઓ ઢોલ અને શરણાઈના તાલે મંડળી ગરબા વહેલી સવાર સુધી રમ્યા હતા.
  • આ મહોત્સવ સાયન્સ સિટી પાસે આવેલા વી-9 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે, જ્યાં અમદાવાદીઓની ભારે ભીડ ઉમટી પડી છે.

United Waves of Ahmedabad 2025: અમદાવાદમાં પહેલીવાર વડોદરાની થીમ પર યુનાઈટેડ વેવ્સ ઓફ અમદાવાદ 2025 નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. નવામા નોરતે અહીં ખેલૈયાઓ ઢોલ અને શરણાઈના તાલે મંડળી ગરબા વહેલી સવાર સુધી રમ્યા હતા. તો આજે દશેરા નિમિત્તે 199 રૂપિયામાં વિદ્યાર્થીઓ માટે એન્ટ્રી ટિકિટ રાખવામાં આવી છે. આ સ્ટુડન્ટ્સે તેમનું કોલેજ કે, સ્કૂલનું આઈડી બતાવવું ફરજિયાત રહેશે.

naidunia_image

મહત્ત્વનું છે કે, એક તરફ વરસાદને લીધે નવરાત્રિનું આયોજન મોટાભાગની જગ્યાએ બંધ હતું પણ ભાડજ સર્કલ નજીક યુનાઈટેડ વેવ્સ ઓફ અમદાવાદ 2025ના ગરબાનું આયોજન બંધ નહોતું. અહીં ગઈકાલે પણ રાતે ખેલૈયાઓ મનમૂકીને સુગમ ગરબાના તાલે ગરબે રમ્યા હતા.

naidunia_image

મહત્ત્વનું છે કે, યુનાઈટેડ વેવ્સ ઓફ અમદાવાદના ગરબામાં ખેલૈયાઓને વરસાદને લીધે તકલીફ ના પડે એ માટે આયોજકો દ્વારા તમામ વ્યવસ્થા અને સંચાનલ કરવામાં આવ્યું હતું. વરસાદ પડ્યો હોવા છતાં ગ્રાઉન્ડ ક્લિન હતું. જેથી કાદવ કિચડ વગર ખેલૈયાઓ ગરબે રમી શક્યા હતા.

naidunia_image

અમદાવાદના ગરબા રસિકો માટે આ વખતે પહેલીવાર વડોદરાની પ્રખ્યાત ‘યુનાઈટેડ વે’ ગરબાની શૈલીમાં ‘યુનાઈટેડ વેવ્ઝ ઓફ અમદાવાદ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ સાયન્સ સિટી પાસે આવેલા વી-9 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે, જ્યાં અમદાવાદીઓની ભારે ભીડ ઉમટી પડી છે.

રંગબેરંગી લાઇટ્સ, સુંદર ડેકોરેશન અને નવી થીમથી લોકો અભિભૂત થઈ ગયા. આ આયોજન અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, જ્યાં યુવાનો, વડીલો અને બાળકો સૌ કોઈ માતાજીની આરાધનામાં ડૂબી ગયા.