Ahmedabad News: ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ મનોજ જોશીએ મંગળવારે અમદાવાદ સ્થિત એમનીલ ફાર્માસ્યુટિકલ્સની કોર્પોરેટ ઓફિસની મુલાકાત લીધી હતી. તેમણે કંપનીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી અને એમનીલની વૃદ્ધિ, રોકાણો, પાઇપલાઇન તથા વિસ્તરી રહેલી ક્ષમતાઓ અંગે ચર્ચા કરી. ચર્ચામાં ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન ક્ષેત્રે એમનીલના યોગદાન તેમજ કાશીવ બાયોસાયન્સેસના અધિગ્રહણ બાદ વિસ્તરેલી કંપનીની બાયોસિમિલર્સ ક્ષમતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી.
ચર્ચા દરમિયાન એમનીલના મેન્યુફેક્ચરિંગ ફૂટપ્રિન્ટ, અદ્યતન મેન્યુફેક્ચરિંગ અને R&Dમાં રોકાણો તથા કોમ્પ્લેક્સ જેનરિક્સ, ઇન્જેક્ટેબલ્સ, પેપ્ટાઇડ્સ અને APIs સહિતની ક્ષમતાઓ દ્વારા ભારતના ફાર્માસ્યુટિકલ ઇકોસિસ્ટમમાં કંપનીના વધી રહેલા યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો. એમનીલએ તેની વૈવિધ્યસભર વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ કુશળતા, ઇનોવેશન ક્ષમતાઓ, ભાગીદારીઓ અને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇનને સહયોગ આપવા માટેની તેની ભૂમિકા અંગે પણ માહિતી રજૂ કરી.
મુલાકાત દરમિયાન ભારતની ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા અને બાયોફાર્માસ્યુટિકલ ઇનોવેશનને આગળ વધારવાની તકો અંગે પણ ચર્ચા થઈ. તેમાં R&Dમાં વધુ રોકાણ, ઇનોવેશન કેપિટલ, અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ અને રેગ્યુલેટરી સાયન્સ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
એમનીલ ફાર્માસ્યુટિકલ્સના સીનિયર વાઈસ પ્રમુખ અને હેડ – આર એન્ડ ડી ડૉ.પાર્વા પુરોહિતે જણાવ્યું હતું કે,ભારત પાસે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મજબૂત પાયો છે અને હવે બાયોફાર્માસ્યુટિકલ ઇનોવેશન ક્ષેત્રે વધુ ઊંડાણ વિકસાવવાની તક છે. એમનીલ ખાતે અમે મેન્યુફેક્ચરિંગ, R&D, બાયોસિમિલર્સ અને કોમ્પ્લેક્સ મેડિસિન્સ ક્ષેત્રે અમારી ક્ષમતાઓ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
એમનીલના સીનિયર વાઈસ પ્રમુખ, માનવ સંસાધનો રાહુલ મૈત્રાએ ઉમેર્યું હતું કે મનોજ જોશીની મુલાકાત અને હાલની સરકારી યોજનાઓ હેઠળ ચાલી રહેલા સ્કિલ ડેવલપમેન્ટ પ્રયાસો અંગે થયેલી ઉપયોગી ચર્ચાથી અમને પ્રોત્સાહન મળ્યું છે. ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ આર એન્ડ ડી તેમજ મેન્યુફેક્ચરિંગ બંને ક્ષેત્રે ઝડપથી વિકાસ કરી રહ્યો છે. તેથી ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર સાથે મળીને ઉદ્યોગ માટે તૈયાર માનવબળ વિકસાવવા માટેના પ્રયાસોને સમાન પ્રાધાન્ય આપવું મહત્વપૂર્ણ છે.
