અમિત શાહ નારણપુરામાં 824 કરોડના ખર્ચે બનેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે, જાણો તેની સુવિધાઓ વિશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેઓ ગાંધીનગર અને અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 14 Sep 2025 08:27 AM (IST)Updated: Sun, 14 Sep 2025 08:27 AM (IST)
union-home-minister-amit-shah-will-inaugurate-the-international-sports-complex-built-at-a-cost-of-rs-824-crore-in-naranpura

Vir Savarkar Sports Complex: કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આજે અમદાવાદના ખાતે આવેલા નારણપુરા વિસ્તારમાં રૂપિયા 824 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે.

આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે

ભારતમાં વર્ષ 2036 માં ઓલમ્પિક યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યા છે. નારણપુરા વિસ્તારમાં ભારત અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકારની ગ્રાન્ટમાંથી રૂપિયા 824 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. જેનું આજે બપોરે 2.30 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ નારણપુરા ખાતે જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

વર્ષ 2036 માં ઓલિમ્પિક અને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતમાં તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત પણ આ માટે સજ્જ થઈ રહ્યું છે. નારણપુરા ખાતે બનેલા ગુજરાતના સૌથી મોટા અને અત્યાધુનિક 1.18 લાખ ચોરસમીટરના વિસ્તારમાં ફેલાયેલા અને રૂપિયા 824 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિશે જાણો…

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ તથા ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમ જેવાં આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી છે અને એની ગુણવત્તા અને સુવિધાઓને માન્યતા આપી છે. એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ અને વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની ટુર્નામેન્ટ આ નવા બનેલા સ્પોર્ટ્સ ખાતે યોજશે. આમ વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કમિટી દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સુવિધાઓ બાબતે માન્યતા આપવામાં આવી ચૂકી છે. આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

824 કરોડનો ખર્ચે કરવામાં આવ્યો

નારણપુરા વિસ્તારમાં પ્રગતિનગર, નંદનવન પાસે રૂપિયા 824 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો 29 મે 2022 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે શિલાન્યાસ થયો હતો. આધુનિક ટેકનોલોજી, વૈશ્વિક નોર્મ્સ અને જુદી જુદી ગેમ્સનાં ફેડરેશન દ્વારા કરવામાં આવેલા સૂચનો અને ભલામણોને આધારે લગભગ 1.18 ચો.મી.ના બિલ્ટઅપ એરિયા સાથે ડિઝાઈન કરી અને રૂપિયા 824 કરોડના અંદાજિત ખર્ચે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે.

6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે

નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એક્વેટિક સ્ટેડિયમ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઈન્ડોર સ્પોર્ટ્સ એરેના અને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર નામના અલગ અલગ 4 બ્લોક બનાવવામાં આવ્યા છે. એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઈવિંગ પૂલ, સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, રેસલિંગ કોર્ટ, ટેનીસ, ટેબલ ટેનિસ, ઝુડો-કરાટે, કબડ્ડી, કેરમ, ચેસ, સ્નૂકર સહિતની વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો રમી શકાય એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.