Umiya Dham Navratri 2025 Ahmedabad: મા આદ્ય શક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રિના દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા છે. 22 તારીખથી શરૂ થયેલા આ પર્વના અત્યાર સુધીમાં 6 નોરતા બાદ આજે સાતમું નોરતું બેઠું છે. એવામાં વિશ્વ ઉમિયા ધામ અને અદાણી અંબુજા સિમેન્ટ દ્વારા જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ગ્રાઉન્ડ ખાતે ‘માંડવો નવરાત્રિ મહોત્સવ 2025’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યા ગઈકાલે છઠ્ઠા નોરતે ગુજરાતી ગાયક આયુષના તાલે ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા.
મહત્ત્વનું છે કે, પહેલા નોરતે ગાયક રાહુલ પ્રજાપતિએ, બીજા નોરતે રુત્વિઝ પંડ્યાએ, ત્રીજા નોરતે અઘોરી મ્યુઝિકે અને ચોથા નોરતે વ્યાસ બ્રધર્સ અને પાંચમા નોરતે ઉર્વશી પટેલ દ્વારા માંડવો નવરાત્રિ મહોત્સવમાં રમઝટ બોલાવવામાં આવી હતી.
અગાઉ નવરાત્રિ પૂર્વે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે જણાવ્યું હતુ કે, વિશ્વ ઉમિયાધામના પવિત્ર પ્રાંગણમાં આશાની સુગંધ ભળી રહી છે અને અમારા હૃદયો આનંદ તથા એક દિવ્ય ઉદ્દેશથી છલકાઈ રહ્યા છે. જગત જનની મા ઉમિયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ – December 2027ના ઉપલક્ષમાં અમે આપને માંડવો નવરાત્રી મહોત્સવ 2025, જે ભક્તિ, શક્તિ અને મા ઉમિયાની અડગ ભાવનાનું તીર્થ છે – તેની ઘોષણા કરતાં અત્યંત હર્ષ અને ઉત્સાહ અનુભવી રહ્યા છીએ. આ પાવન ઉત્સવ 22 સપ્ટેમ્બરથી 1ઓક્ટોમ્બર 2025 દરમિયાન તેની ભવ્યતા પાથરશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, નવરાત્રી માત્ર એક તહેવાર નથી, પરંતુ મા જગદંબાની ભક્તિ યાત્રા છે – જ્યાં લાખો ભક્તો એકત્રિત થઈ મા ઉમિયાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવશે.
આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામના પ્રાંગણમાં પરંપરાગત સંગીતના સુર, તાલ અને સામૂહિક ભક્તિથી ગુંજતો આલૌકિક માહોલ સર્જાશે. આ મહોત્સવના મહેમાન તરીકે આપને હૃદયપૂર્વક હાર્દિક આમંત્રણ પાઠવતા અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આપની ઉપસ્થિતી અમારા માટે પ્રેરણારૂપ બની રહેશે, આ પવિત્ર મહોત્સવને વધુપાવન બનાવશે. મા ઉમિયાના અપાર આશીર્વાદ હંમેશા આપ અને આપના પરિવાર પર વરસતા રહે તેવી પ્રાર્થના.
તેમણે વધુમાં કહ્યું કે, નવરાત્રી માત્ર એક તહેવાર નથી, પરંતુ મા જગદંબાની ભક્તિ યાત્રા છે – જ્યાં લાખો ભક્તો એકત્રિત થઈ મા ઉમિયાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવશે. આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામના પ્રાંગણમાં પરંપરાગત સંગીતના સુર, તાલ અને સામૂહિક ભક્તિથી ગુંજતો આલૌકિક માહોલ સર્જાશે. આ મહોત્સવના મહેમાન તરીકે આપને હૃદયપૂર્વક હાર્દિક આમંત્રણ પાઠવતા અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આપની ઉપસ્થિતી અમારા માટે પ્રેરણારૂપ બની રહેશે, આ પવિત્ર મહોત્સવને વધુપાવન બનાવશે. મા ઉમિયાના અપાર આશીર્વાદ હંમેશા આપ અને આપના પરિવાર પર વરસતા રહે તેવી પ્રાર્થના.
