Ahmedabad-Mumbai Train: મુસાફરો આનંદો..અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ બે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે, કાલથી ટિકિટ બુકિંગ શરૂ

ટ્રેન નંબર 09021 અને 09022માં એક્ઝીક્યુટિવ ચેરકાર, AC ચેરકાર અને એક વિસ્ટાડોમ કોચ પણ હશે. મુસાફરો કાલથી ઓનલાઈન તેમજ કાઉન્ટર પરથી બુકિંગ કરાવી શકશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 29 May 2026 05:45 PM (IST)Updated: Fri, 29 May 2026 05:45 PM (IST)
two-more-special-trains-to-run-between-ahmedabad-mumbai-bookings-start-from-tomorrow
HIGHLIGHTS
  • મુસાફરોના ધસારાને જોતા પશ્ચિમ રેલવે દ્વારા બે જોડી સુપરફાસ્ટ ટ્રેન જાહેર

Ahmedabad-Mumbai Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને મુંબઈ વચ્ચે બે જોડી સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 09021/09022 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09021 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ: 31 મે, 2026 (રવિવાર) ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 06:20 કલાકે પ્રસ્થાન કરશે તથા એજ દિવસે 12:40 કલાકે અમદાવાદ પહોંચશે.

આ જ રીતે ટ્રેન નંબર 09022 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ 31 મે, 2026 (રવિવાર) ના રોજ અમદાવાદથી 15:10 કલાકે પ્રસ્થાન કરશે તથા 21:45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

રૂટમાં બંને દિશાઓમાં આ ટ્રેન બોરીવલી, વાપી, સૂરત, ભરૂચ અને વડોદરા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં (શતાબ્દી રેક) એક્ઝિક્યુટિવ ચેરકાર, એસી ચેરકાર, અનુભૂતિ ક્લાસ કોચ અને એક વિસ્ટાડોમ કોચ હશે.

ટ્રેન નંબર 09044/09043 અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ-વટવા સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09044 અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ: 01 જૂન, 2026 (સોમવાર)ના રોજ અમદાવાદથી 03:50 કલાકે પ્રસ્થાન કરશે તથા 12:15 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.

આજ રીતે ટ્રેન નંબર 09043 બાન્દ્રા ટર્મિનસ-વટવા સુપરફાસ્ટ સ્પેશિયલ 01 જૂન, 2026 (સોમવાર)ના રોજ બાન્દ્રા ટર્મિનસથી 23:45 કલાકે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે (મંગળવાર) ના રોજ 08:00 કલાકે વટવા પહોંચશે.

ટ્રેન નંબર 09044 વડોદરા, ભરૂચ, સુરત, વાપી, પાલઘર અને બોરીવલી ખાતે ઉભી રહેશે અને ટ્રેન નંબર 09043 બોરીવલી, પાલઘર, વાપી, ઉધના, વડોદરા, આણંદ અને નડિયાદ સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં એસી-3 ટિયર અને સ્લીપર શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન નંબર 09021/09022 અને 09044/09043નું બુકિંગ 30.05.2026થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચનાની વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.