અમદાવાદ મંડળની 4 સ્પેશિયલ ટ્રેનોના ફેરા સપ્ટેમ્બર સુધી લંબાવાયા, બુકિંગ શરૂ

પશ્ચિમ રેલવેએ અમદાવાદ, અસારવા અને ગાંધીગ્રામથી કાનપુર, દરભંગા, આગ્રા અને પ્રયાગરાજ જતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની મુદત સપ્ટેમ્બર 2026 સુધી લંબાવી છે. IRCTC પર ટિકિટ બુકિંગ શરૂ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 30 Jul 2026 04:42 PM (IST)Updated: Thu, 30 Jul 2026 04:42 PM (IST)
trips-of-4-special-trains-from-ahmedabad-division-extended-until-september-booking-has-started

Western Railway Update: અમદાવાદથી મુસાફરી કરતા ટ્રેન પેસેન્જર્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સતત વધતી ભીડ અને માગને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ હેઠળ દોડતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં મોટી રાહત મળશે.

કઈ ટ્રેનોના ફેરા ક્યાં સુધી લંબાવાયા?

અસારવા – કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક (01906/01905): અસારવાથી ચાલતી ટ્રેન હવે 1 સપ્ટેમ્બર 2026 સુધી અને કાનપુરથી આવતી ટ્રેન 31 ઓગસ્ટ 2026 સુધી દોડશે.

અસારવા – આગ્રા કેન્ટ સાપ્તાહિક (01909/01910): અસારવા સ્ટેશનેથી આ ટ્રેન 1 સપ્ટેમ્બર 2026 સુધી અને આગ્રા કેન્ટથી 31 ઓગસ્ટ 2026 સુધી લંબાવાઈ છે.

અમદાવાદ – દરભંગા સાપ્તાહિક (09465/09466): અમદાવાદથી આ ટ્રેન 11 સપ્ટેમ્બર 2026 સુધી અને દરભંગાથી 14 સપ્ટેમ્બર 2026 સુધી ઉપલબ્ધ રહેશે.

ગાંધીગ્રામ – પ્રયાગરાજ દ્વિ-સાપ્તાહિક (04112/04111): ગાંધીગ્રામથી ઉપડતી આ ટ્રેન 30 ઓગસ્ટ 2026 સુધી અને પ્રયાગરાજથી 29 ઓગસ્ટ 2026 સુધી ચાલુ રહેશે.

બુકિંગ ક્યારથી શરૂ?

આ તમામ ટ્રેનોના લંબાવેલા ફેરા માટેનું ટિકિટ બુકિંગ રેલવેના PRS કાઉન્ટરો તેમજ IRCTCની સત્તાવાર વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચ સંરચનાની વધુ વિગતો માટે મુસાફરોને રેલવેની અધિકૃત વેબસાઈટ (www.enquiry.indianrail.gov.in)ની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.