વેલિયન્ટ ક્રિએટર સ્પોટલાઇટ 2026: ગુજરાતના શ્રેષ્ઠ કન્ટેન્ટ ક્રિએટર્સ અને લીડર્સને એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા

અમદાવાદમાં યોજાયેલ વેલિયન્ટ ક્રિએટર મીટ એન્ડ એવોર્ડ્સ 2026માં ભારતીય ક્રિકેટર ઋષિ ધવન અને સરિતા ગાયકવાડની હાજરીમાં RJ જયરાજ, કંગના આહીર સહિતના ક્રિએટર્સનું સન્માન કરાયું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 12 Oct 2026 12:48 PM (IST)Updated: Mon, 12 Oct 2026 12:48 PM (IST)
talented-creators-from-gujarat-were-honored-at-the-valiant-creator-meet-and-awards-2026

Ahmedabad News: વેલિયન્ટ ક્રિએટર મીટ એન્ડ એવોર્ડ્સ 2026 તાજેતરમાં રેનેસન્સ હોટલ, મેરિયોટ , અમદાવાદ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય ક્રિકેટર ઋષિ ધવન, પૂર્વ ક્રિકેટર વિપુલ નારીગરા અને ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડ સાથે યંગ બિઝનેસમેન તુષાર ધીર પણ હાજર રહ્યા હતા.

ક્રિએટર્સને એવોર્ડ્સથી સન્માનિત કરાયા

તેની સાથે જ આમંત્રિત મહેમાનોમાં ગુજરાતના પ્રતિભાશાળી ક્રિએટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. વેલિયન્ટ ક્રિએટર મીટ એન્ડ અવોર્ડ્સ દ્વારા ગુજરાત તથા નેશનલ લેવલ પર લોકોને મોટીવેશન તથા ઇન્સ્પિરેશન આપનારા ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિઓને વેલિયન્ટ વિઝનરી લીડર અવોર્ડ્સ 2026 દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતા અને પોતાના વીડિયો દ્વારા લોકોના દિલ જીતનારા પ્રતિભાશાળી ક્રિએટર્સને વેલિયન્ટ ક્રિએટર સ્પોટલાઇટ 2026 અવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

naidunia_image

ઋષિ ધવન, પૂર્વ ક્રિકેટર વિપુલ નારીગરા ઉપસ્થિત

વેલિયન્ટ ક્રિએટર સ્પોટલાઇ અવોર્ડ્સ 2026 થી સન્માનિત થનાર ગુજરાતના જાણીતા , પ્રતિભાશાળી અને ખ્યાતિપ્રાપ્ત ક્રિએટર્સ RJ જયરાજ, કંગના આહીર, કમલેશ પ્રજાપતિ, રાઘવ કટાકિયા, બંસી રાજપૂત, અંબર પટેલ, આદર્શ વોરા, અભિષેક પાંડે, ભરત મેઘરજાની, દિપુ પરમાર, અંકિત રાજપૂત, વિશાખા મોઠિયા, મિતેષ નારીગરા, ખુશી બ્રહ્મભટ્ટ, શ્રેયા ઠક્કર, ફોરમ અમિત પંડ્યા, હેમાંગ ટાંક અને રોશની રાજાની ને પોતાના ક્ષેત્રમાં પ્રતિભાશાળી ક્રિએટર તરીકે યોગદાન આપવા બદલ વેલિયન્ટ ક્રિએટર સ્પોટલાઇટ અવોર્ડ્સ 2026 થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં રમનાર ઋષિ ધવન, પૂર્વ ક્રિકેટર અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર વિપુલ નારીગરા, એશિયન ગેમ્સ ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

naidunia_image

વેલિયન્ટ વિઝનરી લીડર્સ અવોર્ડ્સ વિજેતાઓના નામ

સાથે વેલિયન્ટ વિઝનરી લીડર્સ અવોર્ડ્સ 2026 થી સન્માનિત થનાર ખ્યાતિપ્રાપ્ત વ્યક્તિઓ ગુજરાતના મોટીવેશનલ સ્પીકર અને લાઇફ કોચ મનીષ વઘાસિયા, મધુસુદન વિદ્યાપીઠ સુરતના ટ્રસ્ટી લાલજીભાઈ નકુમ અને ટીમ, વુમન એમ્પાવરમેન્ટ દર્શાવતા સુનિતા નંદવાણી, યંગ બિઝનેસમેન અને કો-ઓનર ઓફ VPL ટીમ અમદાવાદ ફાઇટર રાજન ડેર, બિઝનેસમેન પ્રકાશ રાઠોડ, ભરત વઘસિયા અને સંદીપ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રતિભાશાળી ક્રિએટર્સ ગુજરાત અને દેશભરના યુવાનોને પ્રેરિત કરવાની સાથે જ મોટીવેશન પૂરું પાડે છે. ગુજરાતના ઇતિહાસમાં આ ક્રિએટર્સ વ્યક્તિઓ પ્રથમ વેલિયન્ટ ક્રિએટર સ્પોટલાઇટ 2026 અવોર્ડ્સ મેળવનાર વ્યક્તિઓ બન્યા.

naidunia_image

ગુજરાતી જાગરણ ડિજિટલ મીડિયા પાર્ટનર

વેલિયન્ટ ક્રિએટર્સ મીટ એન્ડ અવોર્ડ્સ 2026 કો-પાવર્ડ બાય મધુસુદન વિદ્યાપીઠ સુરત હતું જ્યારે ડિજિટલ મીડિયા પાર્ટનર તરીકે ગુજરાતી જાગરણ અને D'folk સ્પોર્ટ્સ એન્ડ ઇવેન્ટ્સ મેનેજમેન્ટ દ્વારા અવોર્ડ્સ સફળતાપૂર્વક અમદાવાદમાં યોજાયો હતો.

ગુજરાતી જાગરણ ડિજિટલ મીડિયા પાર્ટનર તરીકે ત્યાં હાજર રહ્યું હતું અને આ વેલિયન્ટ વિઝનરી લીડર્સ અવોર્ડ્સ 2026 નું સાક્ષી બન્યું હતું. વેલિયન્ટ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માં વેલિયન્ટ વિઝનરી લીડર 2026 એવોર્ડ્સ યોજાશે અને ગુજરાતીઓની ખ્યાતિ ને સન્માનિત કરાશે.