Hubballi-Vatva Train: ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા વટવા અને હુબલી વચ્ચે ઉનાળા માટેની વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન સાપ્તાહિક ધોરણે ચાલશે અને મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે. વટવાથી હુબલીની સાપ્તાહિક ટ્રેનનું આજે 11 એપ્રિલથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. વિશેષ ભાડા સાથે આ ટ્રેન દોડાવવામાં આવશે.
અમદાવાદ ડીઆરએમ દ્વારા સોશિયલ મીડિયામાં આપવામાં આવેલી વિગતો અનુસાર, ટ્રેન નંબર 07334, વટવા - હુબલી સાપ્તાહિક વિશેષ ટ્રેન 14 એપ્રિલ 2025 થી 16 જૂન 2025 સુધી દર સોમવારે રાત્રે 9.45 વાગ્યે વટવાથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 7.45 વાગ્યે હુબલી પહોંચશે. એવી જ રીતે, ટ્રેન નંબર 07333, હુબલી - વટવા સાપ્તાહિક વિશેષ ટ્રેન 13 એપ્રિલ 2025 થી 15 જૂન 2025 સુધી દર રવિવારે સાંજે 7.30 હુબલીથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 6.45 વાગ્યે વટવા પહોંચશે.
For the convenience of passengers Western Railway has decided to run a weekly summer special train between Vatva and Hubballi at special fare.@WesternRly @RailMinIndia pic.twitter.com/g8d44rvmfr
— DRM Ahmedabad (@drmadiwr) April 11, 2025
આ ટ્રેન બંને દિશામાં આણંદ, વડોદરા, સુરત, વાપી, બોઈસર, વસઈ રોડ, કલ્યાણ જં., લોનાવાલા, પુણે, સાંગલી, મિરાજ જં., કુડચી, રાયબાગ, ઘાટપ્રભા, ગોકક રોડ, બેલાગાવી, લોન્ડા જં., અલનાવર જં. અને ધારવાડ સ્ટેશનો પર થોભશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, ટુ-ટાયર એસી, થ્રી-ટાયર એસી, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની સુવિધા ઉપલબ્ધ છે. ટ્રેન નંબર 07334 માટેનું બુકિંગ 11 એપ્રિલ 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થયું છે. વિશેષ ભાડા સાથે આ ટ્રેન દોડશે.
