અમદાવાદમાં આયુર્વેદિક અને પંચકર્મ પર આધારિત સારવાર માટે શ્રી શ્રી વેલબીઇંગનું સેન્ટર શરૂ થયું

હાલ ભારતના 11 રાજ્યોમાં 19 સેન્ટર્સ ધરાવે છે, તેમજ યુએસએ, જર્મની, યુએઈ, ઓમાન, મોંગોલિયા અને નાઇજીરિયા જેવા દેશોમાં પણ ગ્લોબલ નેટવર્ક ધરાવે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 19 Sep 2026 10:57 PM (IST)Updated: Sat, 19 Sep 2026 10:57 PM (IST)
sri-sri-wellbeing-center-offering-treatments-based-on-ayurveda-and-panchakarma-has-opened-in-ahmedabad

Sri Sri Wellbeing Ahmedabad:શ્રી શ્રી સત્વ ગ્રૂપની પ્રખ્યાત આયુર્વેદ અને વેલનેસ કંપની 'શ્રી શ્રી વેલબીઇંગ' દ્વારા અમદાવાદ ખાતે પોતાના સેન્ટરનું વિસ્તૃત રિનોવેશન અને વિસ્તરણ કરીને તેને ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરના સ્વાસ્થ્ય અને જીવંતતાના દ્રષ્ટિકોણથી પ્રેરિત આ સેન્ટરમાં હવે વિશાળ થેરપી એરિયા, પંચકર્મની વધારાની સુવિધાઓ તેમજ ડૉક્ટર કન્સલ્ટેશન માટે ખાસ નવી જગ્યાઓ તૈયાર કરવામાં આવી છે. આ અપગ્રેડેશનના કારણે દરરોજ વધુ સંખ્યામાં મુલાકાતીઓને શ્રેષ્ઠ અને પરંપરાગત આયુર્વેદિક સારવાર પૂરી પાડી શકાશે.

આ સેન્ટર ખાતે દરેક વ્યક્તિની જરૂરિયાત મુજબ નાડી પરીક્ષાથી સારવારની શરૂઆત થાય છે. અહીં અભ્યંગ, શિરોધારા, સ્વદેન અને નાસ્ય જેવી વિવિધ આયુર્વેદિક થેરેપીઓ સાથે સિઝનલ કે લાંબાગાળાના પંચકર્મ પ્રોગ્રામ ઉપલબ્ધ કરાવાયા છે.

આ ઉપરાંત, સ્ક્રીન ટાઇમથી આંખોના થાકમાં રાહત આપતી 'નેત્ર તેજસ' સારવાર, ઓસ્ટિયોપેથી, તથા શ્રી શ્રી તત્વની દવાઓ અને શંકર સ્કિનકેર પ્રોડક્ટ્સ પણ મળશે. તણાવ, નિંદ્રા, સાંધા-પીઠના દુખાવા અને પાચન સંબંધિત તકલીફો માટે ક્વોલિફાઇડ ડૉક્ટર્સ અને ટ્રેઇન્ડ થેરેપિસ્ટ્સ દ્વારા નિર્ધારિત પ્રોટોકોલ મુજબ કસ્ટમાઇઝ્ડ સારવાર પૂરી પાડવામાં આવશે.

આ સેન્ટરના પુનઃપ્રારંભથી ગુજરાતમાં શ્રી શ્રી વેલબીઇંગની હાજરી વધુ મજબૂત બનશે અને સ્થાનિક લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરની વેલનેસ સુવિધાઓનો લાભ મળશે. નોંધનીય છે કે સંસ્થા હાલ ભારતના 11 રાજ્યોમાં 19 સેન્ટર્સ ધરાવે છે, તેમજ યુએસએ, જર્મની, યુએઈ, ઓમાન, મોંગોલિયા અને નાઇજીરિયા જેવા દેશોમાં પણ ગ્લોબલ નેટવર્ક ધરાવે છે. બેંગાલુરુમાં સ્થિત આ સંસ્થાનું મુખ્ય NABH-માન્યતાપ્રાપ્ત કેમ્પસ છેલ્લા ત્રણ દાયકાથી કાર્યરત છે, જેમાં 30થી વધુ ટ્રીટમેન્ટ રૂમ અને 80 રેસિડેન્શિયલ રૂમની સુવિધા ઉપલબ્ધ છે.