SIR Works: મતદાર યાદી સુધારણા ઝુંબેશનો અંતિમ તબક્કો, આખરી વૉટર લિસ્ટમાં નામ ઉમેરવા અત્યાર સુધીમાં કુલ 6.88 લાખ ફોર્મ મળ્યા

જે-તે વિધાનસભા મત વિસ્તારમાંથી નામ કમી કરવા માટે પણ 9.88 લાખથી વધુ ફોર્મ 7 મળ્યા છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 29 Jan 2026 09:52 PM (IST)Updated: Thu, 29 Jan 2026 09:52 PM (IST)
special-intensive-revision-sir-works-in-gujarat-over-16-lakh-claims-and-objections-received
HIGHLIGHTS
  • ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસીને નિકાલ કરાશે

SIR Works: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

હવે તા.30 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.

જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.28 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 6,88,116 ફોર્મ 6 અને 6A મળ્યા છે. જ્યારે જે-તે વિધાનસભા મતવિસ્તારમાંથી નામ કમી કરવા માટે 9,88,621 ફોર્મ 7 મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.