પરેશ ગોસ્વામીની આગાહીઃ ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરીથી મોસમનો મિજાજ બદલાશે, ગુજરાતના 4 જિલ્લામાં માવઠારૂપી ઝાપટા પડશે

કારતક મહિનાની એકમથી ફાગણી પૂનમની હોળી સુધી આકાશમાં કસ થાય, તે 225 દિવસ પછી ચોમાસામાં વરસાદના રૂપમાં અસર કરે છે. હાલ ઘણી જગ્યાએ કસ જોવા મળી રહ્યા છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 29 Jan 2026 09:26 PM (IST)Updated: Thu, 29 Jan 2026 09:26 PM (IST)
paresh-goswami-predicts-unseasonal-rain-likely-in-parts-of-gujarat-on-february-2
HIGHLIGHTS
  • માત્ર 2 ફેબ્રુઆરીએ મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે

Paresh Goswami Weather Forecast: ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં એક પછી એક સર્જાઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ભારે હીમવર્ષા અને કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ નાટ્યાત્મક ફેરફાર થઈ રહ્યા છે.

થોડા દિવસ અગાઉ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા રૂપી છાંટા પડ્યા બાદ રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં વધુ એકવાર માવઠાની આગાહી કરી છે.

2 ફેબ્રુઆરીએ માત્ર એક દિવસ પુરતા ઝાપટા પડી શકે છે
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં ફરીથી ગુજરાતના સિમિત વિસ્તારોમાં માવઠાના ઝાપટા પડી શકે છે. ખાસ કરીને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તાર જેમાં છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલનું ગોધરા અને નર્મદાના રાજપીપળામાં માત્ર 2 ફેબ્રુઆરીના રોજ એક દિવસ માટે સામાન્ય ઝાપટા પડી શકે છે. આ સિવાય ગુજરાતના અન્ય ભાગોમાં આકાશ ખુલ્લુ રહેશે.

પવનની ગતિ ઘટશે, પણ ઠંડી યથાવત રહેશે
ડિસેમ્બર મહિનામાં કસનું પ્રમાણ ઓછું રહ્યું હતુ, પરંતુ તે પછી જાન્યુઆરીમાં કસનું પ્રમાણ સારું રહ્યું છે. હાલ પણ ઘણા ભાગોમાં કસ થઈ રહ્યા છે. આવનારા 5 દિવસ સુધી ગુજરાતના આકાશમાં કસના વાદળ યથાવત જોવા મળશે. આથી જ્યાં સુધી કસ રહેશે, ત્યાં સુધી ઠંડીમાંથી રાહત નહીં મળે. જ્યારે આવતીકાલથી પવનની ગતિ ઘટી જશે, પરંતુ કસના કારણે હાલ ઠંડીમાંથી રાહત નહીં મળે.