SIR Gujarat: ઘરે બેઠા સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે 2002 ની મતદાર યાદી, જાણો ઓનલાઇન પ્રોસેસ

જો ઓનલાઇન યાદીમાં તમારું નામ ન મળે અથવા કોઈ માહિતી ખોટી જણાય, તો ગભરાવાની જરૂર નથી. નાગરિકો તેમના વિસ્તારના બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરી શકે છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 11 Dec 2025 02:15 PM (IST)Updated: Thu, 11 Dec 2025 02:15 PM (IST)
sir-gujarat-2002-voter-list-easy-steps-to-verify-your-name-online

SIR Gujarat 2002 Voter List: સમગ્ર દેશમાં હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા રાજ્યના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે ગુજરાતના મતદારો વર્ષ 2002-03 ની સુધારેલી મતદાર યાદી ઘરે બેઠા પોતાના મોબાઈલ ફોન દ્વારા સરળતાથી ડાઉનલોડ કરી શકશે.

2002-03 ની યાદીમાં શું છે ખાસ?

ગુજરાત ચૂંટણી પંચે SIR કાર્યક્રમ હેઠળ 2002-03 ની મતદાર યાદીઓને અપડેટ કરી છે. આ પ્રક્રિયામાં મતદારોના નામ અને સરનામાંમાં જરૂરી સુધારા કરીને તેને વધુ સચોટ બનાવવામાં આવ્યા છે. નાગરિકો હવે ચૂંટણી પંચના સત્તાવાર પોર્ટલ પરથી આ યાદીમાં પોતાનું નામ, વિધાનસભા મતવિસ્તાર, ભાગ નંબર અને બૂથની વિગતો ચકાસી શકે છે.

મતદાર યાદી ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://voters.eci.gov.in/ ની મુલાકાત લો.
  • ત્યાં 'Services' વિભાગમાં જઈને 'Search Your Name in Last SIR' વિકલ્પ પસંદ કરો.

ત્યારબાદ તમને બે વિકલ્પો મળશે:

વિકલ્પ 1: રાજ્ય દ્વારા શોધો (State Wise)

  • 'તમારું રાજ્ય' પસંદ કરો.
  • તમારો જિલ્લો અને વિધાનસભા મતવિસ્તાર પસંદ કરો.
  • 'Final List' પર ક્લિક કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • તમારા ડિવાઈસમાં PDF ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે.
  • PDF ના બીજા પેજ પર તમે તમારું કે તમારા પરિવારનું નામ ચકાસી શકો છો.

વિકલ્પ 2: મતદારની વિગતો દ્વારા શોધો (Search by Voter Details)

  • રાજ્ય, જિલ્લો અને વિધાનસભા મતવિસ્તાર પસંદ કરો.
  • જો ઉપલબ્ધ હોય તો પાર્ટ નંબર દાખલ કરો.
  • છેલ્લા SIR (2002/2003) મુજબ મતદારનું પૂરું નામ લખો.
  • સંબંધીનું નામ (પિતા/માતા/પતિ) લખો અને સંબંધનો પ્રકાર પસંદ કરો.
  • વર્ષ 2002/2003 માં તમારી અંદાજિત ઉંમર પસંદ કરો.
  • વિભાગ નંબર અને નામ પસંદ કરો અને કેપ્ચા કોડ નાખીને 'Search' પર ક્લિક કરો.
  • જો માહિતી મેચ થશે તો સિસ્ટમ તમને PDF ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપશે.

જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ

જો તમે SIR ઝુંબેશ અંતર્ગત તમારી માહિતી અપડેટ કરવા અથવા ચકાસવા માંગતા હો, તો મુખ્ય ચૂંટણી અધિકારીની સૂચના મુજબ નીચેનામાંથી કોઈ એક દસ્તાવેજ રજૂ કરવો જરૂરી છે:

  • જન્મ પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • પાસપોર્ટ અથવા શૈક્ષણિક પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ અથવા પાન કાર્ડ
  • જમીન અથવા મકાન ફાળવણીનું પ્રમાણપત્ર
  • કુટુંબ નોંધણી અથવા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર (SC/ST/OBC)
  • સરકારી કર્મચારી કે પેન્શનરનું ઓળખ કાર્ડ

નામ ન મળે તો શું કરવું?

જો ઓનલાઇન યાદીમાં તમારું નામ ન મળે અથવા કોઈ માહિતી ખોટી જણાય, તો ગભરાવાની જરૂર નથી. નાગરિકો તેમના વિસ્તારના બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરી શકે છે. BLO ઓફિસમાં જઈને સુધારણા ફોર્મ ભરી, જરૂરી ઓળખ અને રહેઠાણના પુરાવા સબમિટ કરીને નામ ઉમેરાવી કે સુધારી શકાય છે.