Dhruvin Shah and Kinjal Dave Engagement: લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર, 2025ના રોજ અભિનેતા અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે, જેનાથી તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ અને આનંદ છવાયો છે. કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પર સગાઈનો વીડિયો પોસ્ટ કરીને સત્તાવાર જાહેરાત કરી હતી અને કેપ્શનમાં 'ગોડ્સ પ્લાન' લખ્યું હતું.
કિંજલ દવેએ સગાઇ કરી
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, 5 ડિસેમ્બરે ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને 6 ડિસેમ્બરે સગાઈની સેરેમની યોજવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કિંજલ અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને આ લાંબા સમયના સંબંધને હવે સગાઈના પવિત્ર બંધનથી સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.
ભૂતકાળની સગાઈ તૂટ્યા બાદ નવું પ્રકરણ
નોંધનીય છે કે, કિંજલ દવેએ એપ્રિલ 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી, પરંતુ 2025માં તે સગાઈ તૂટી ગઈ હતી. આ સગાઈ તૂટ્યાના બે વર્ષ બાદ કિંજલે હવે ધ્રુવિન શાહ સાથે જીવનનું નવું પ્રકરણ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર આ કપલને અભિનંદન આપતા કોમેન્ટ્સનો ધોધ વહી રહ્યો છે.
મલ્ટી-ટેલેન્ટેડ મંગેતર: ધ્રુવિન શાહ
કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ માત્ર એક અભિનેતા નથી, પરંતુ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે અને સફળ ઉદ્યોગપતિ પણ છે. તેઓ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન જોજો એપ (JoJo App)ના ફાઉન્ડર પણ છે.
'ચાર ચાર બંગડી'થી મેળવી હતી ખ્યાતિ
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના જેસંગપરામાં 24 નવેમ્બર 1998ના રોજ જન્મેલી કિંજલ દવેએ નાની ઉંમરથી જ ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. તેમના પિતા લલિત દવે પણ ગીતો લખવાનો શોખ ધરાવતા હતા. કિંજલે પિતા અને મનુ રબારીના પ્રયાસોથી 'જોનડિયો' લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો હતો, જે ગુજરાતમાં હિટ રહ્યું હતું.
વર્ષ 2017માં તેમના હિટ ગીત 'ચાર ચાર બંગડી'થી કિંજલે રાતોરાત ખ્યાતિ મેળવી હતી અને ત્યારથી તેણે ઘણા લોકપ્રિય ગીતો રજૂ કર્યા છે. ગુજરાતની 'ચાર ચાર બંગડીવાળી' સિંગરે તેના જીવનના આ નવા પ્રકરણની શરૂઆત કરી છે, જેને તેના પ્રશંસકોએ દિલથી વધાવી લીધી છે.
