સરદાર પટેલ જયંતિ 2026: 31 ઓક્ટોબરે 7 દેશોમાં રક્તદાન મહાઅભિયાન, વિશ્વ ઉમિયાધામ બનાવશે નવો રેકોર્ડ?

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ દ્વારા એક ઐતિહાસિક અને માનવતાવાદી પહેલ હાથ ધરવામાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 30 Oct 2026 10:33 AM (IST)Updated: Fri, 30 Oct 2026 10:33 AM (IST)
sardar-patel-jayanti-2026-vishwa-umiya-dham-targets-world-record-with-blood-donation-camps-across-7-countries

Sardar Patel Jayanti 2026: અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ દ્વારા એક ઐતિહાસિક અને માનવતાવાદી પહેલ હાથ ધરવામાં આવી છે. આ ખાસ પ્રસંગે ભારત સહિત વિશ્વના 7 દેશોમાં એક સાથે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

25 હજાર બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક

આ મહા રક્તદાન યજ્ઞ દરમિયાન ભારત, અમેરિકા અને બ્રિટન સહિત વિશ્વના 7 દેશોમાંથી કુલ 25 હજાર બોટલ રક્ત એકત્ર કરવાનો ભવ્ય લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ રક્તદાન કેમ્પ ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળ દર્દીઓની મદદ માટે અત્યંત ઉપયોગી સાબિત થષે.

100થી વધુ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ

વિશ્વ ઉમિયાધામ દ્વારા સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ અને રાજકોટ સહિત ગુજરાતના 100 સ્થળે બ્લડ ડોનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકા, બ્રિટન અને વિદેશમાં વસતા ભારતીય સમુદાયના લોકો દ્વારા પણ વિવિધ સેન્ટરો દ્વારા રક્તદાન કરવા માટે આવશે.

પંદરસોથી વધુ સંગઠનો કરશે સંચાલન

વિશ્વ ઉમિયાધામના આ વૈશ્વિક સંકલ્પને સાકાર કરવા માટે 1510થી વધુ યુવા સંગઠનના ઉત્સાહી સ્વયંસેવકો દ્વારા આ તમામ કેમ્પોનું સુચારુ સંચાલન કરવામાં આવશે, અખંડ ભારતના ઘડવૈયાને તેમની જન્મજયંતિ પર રક્તદાન કરીને 'એકતા અને માનવસેવા'નો સંદેશ આપવા માટે વિશ્વઉમિયાધામ દ્વારા આ વિશાળ પાયે તૈયારીઓ કરવામાં આવી છે.