IND vs ENG: 12 ફેબ્રુઆરીએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વનડે મેચ, આ રસ્તો રહેશે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ અંગે

આ જાહેરનામાનો અમલ 12 ફેબ્રુઆરી 2025એ સવારે 9 વાગ્યાથી ક્રિકેટ મેચ પુર્ણ થયા બાદ જરૂરીયાત મુજબ પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવે ત્યાં સુધી કરવાનો રહેશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 10 Feb 2025 04:51 PM (IST)Updated: Mon, 10 Feb 2025 04:51 PM (IST)
route-closed-for-vehicular-traffic-due-to-india-vs-england-3rd-odi-at-narendra-modi-stadium-ahmedabad
HIGHLIGHTS
  • આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગું પડશે નહી

IND vs ENG 3rd ODI Ahmedabad: અમદાવાદમાં ફરી એકવાર ક્રિકેટ ફીવર જોવા મળવાનો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વનડે ક્રિકેટ રમાનારી છે. જેના પગલે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને શહેરીજનો તથા ક્રિકેટ રસિકોને કોઇ અગવડતા ન પડે એ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં 12 ફેબ્રુઆરીના રોજ કયો માર્ગ બંધ રહશે અને વૈકલ્પિક માર્ગ કયો છે તે અંગે જણાવવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ મોટેરા, સાબરમતી ખાતે ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે વન-ડે ક્રિકેટ મેચ રમાનાર હોય જે મેચ દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને 12 ફેબ્રુઆરી 2025એ સવારે 9 વાગ્યાથી ક્રિકેટ મેચ પુર્ણ થયા બાદ જરૂરીયાત મુજબ પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવે ત્યાં સુધી કરવાનો રહેશે.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ ડાયવર્ઝન વાળો માર્ગ

જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.

વૈકલ્પિક માર્ગની વિગત

  1. તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
  2. કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

અપવાદ : ક્રિકેટ મેચ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો, આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગું પડશે નહી.