Raj Shekhawat controversial statement: રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ એક આતંકવાદી છે. જે હત્યાને અંજામ આપે છે, ખંડણી વસૂલે છે અને ડ્રગ્સનો વેપાર કરે છે. દેશના યુવાઓનું ભવિષ્ય બરબાદ કરનાર કાયર માણસ 12-12 વર્ષથી જેલમાં બંધ છે.
બિશ્નાઇનું એન્કાઉટર કરનારને આપશે ઇનામ
રાજ શેખાવતે વધુમાં કહ્યું કે, લોરેન્સ બિશ્નોઇ તેના માણસો દ્વારા હત્યાને અંજામ અપાવે છે અને જેલમાં બેઠો તમામ જવાબદારી તેના પર લઇ લે છે. સુખદેવસિંહ ગોગામેડીની બિશ્નોઈએ જેલમાં બેઠા તેના માણસો દ્વારા હત્યા કરાવી હતી. જેલમાં બેઠેલા એ માણસનું એન્કાઉન્ટ કરવું જોઇએ અથવા કોઈ કેદીએ તેને ઠાર કરી દેવો જોઇએ, તેને ઠાર કરનાર માણસને અમે ઈનામ આપીશું.
લોરેન્શ બિશ્નોઇને આપી ધમકી
રાજ શેખાવતે વધુમાં જણાવ્યું કે, જેલમાં બંધ વ્યક્તિ જોડે કોઈ સંપર્ક હોતો નથી, તો આ ગેંગસ્ટર કઇ રીતે હત્યાઓ કરાવે છે અને ડ્રગ્સનો ધંધો કરે છે? આમાં અંદરો અંદર લોકો સંકળાયેલા હોઈ શકે છે. મને તો એ નથી સમજાતું કે કેન્દ્ર સરકાર કેમ તેનું એન્કાઉન્ટર નથી કરતી? લોરેન્સ બિશ્નોઇ કાયર માણસ છે, એટલા માટે તે 12-12 વર્ષથી જેલમાં સંતાઇને બેઠો છે. તે શા માટે જામીન અરજી નથી કરતો, તે જેલમાં બંધ છે ત્યાં સુધી જ સેફ છે. જે દિવસે જેલમાંથી બહાર આવશે ત્યારે અમારા ક્ષત્રિય યોદ્ધા તેને ઠાર મારશે.
