Olympics 2036 in Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓલમ્પિક 2036 માટે સજ્જ થઈ રહ્યું છે. જેના ભાગે રૂપે રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે શહેરના નારણપુરા વિસ્તારમાં અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે. જેનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. ત્યારે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે કોમ્પ્લેક્સનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ રાખવામાં આવ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા આગામી ઓલિમ્પિક 2036 માટે તૈયાર છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના ગૃહ સહકારી મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝનથી નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું લગભગ પૂર્ણતાને આરે છે. 95% જેટલું તેનું કામ પૂરું થઈ ગયું છે.
આ પણ વાંચો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓલમ્પિક માટે સજ્જ થઈ રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાનાં નારણપુરા ખાતેના સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું 95 ટકા કામ પૂરું થયું છે .અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ… pic.twitter.com/NaDkwcPu28
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) February 13, 2025
એક લાખ ચોરસ મીટર કરતાં પણ વધારે એરિયાની અંદર આનું કામ અત્યારે પૂર્ણતાના આરે છે. આગામી સમયગાળા દરમિયાન આનું લોકાર્પણ પણ કરવામાં આવશે અને એ માટે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામાકરણ પણ સ્ટેન્ટિંગની બેઠકમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કરવામાં આવ્યું છે.
કોર્પોરેશન સંચાલિત 70 કરતાં વધારે હોલ આવેલા છે. લોકોની અવારનવાર ફરિયાદો મળતી હતી. પ્રાથમિક સુવિધા જળવાઈ ત્યારે કોઇપણ મિડલ ક્લાસ વ્યક્તિ આ હોલ ભાડે લે ત્યારે એને સુવિધાના કામો, સ્વચ્છતા હોય, પાણી હોય, તદુપરાંત આપણે વાત કરીએ પ્રસંગ સારી રીતે પાર પડે એ માટે હવેથી કોર્પોરેશન દ્વારા દરેક હોલ દીઠ એક મેનેજર રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
પરિણામે આપણે વાત કરી કે રાજ્ય સરકારના કર્મચારી કોર્પોરેશનના રિટાયર્ડ કર્મચારી કે કેન્દ્ર સરકારના રિટાયર્ડ કર્મચારી હોય તે આ હોલની અંદર આપણે મેનેજર તરીકે સેવા આપશે. પરિણામે જે રીતે કોર્પોરેશન દ્વારા હોસ્પિટલને નોન ક્લિનિકલ પ્રૂફ ઉભી કરી છે. એવી જ રીતે સારી સુવિધા નગરજનોને મળી રહે એ માટે કોર્પોરેશનમાં હોલ મેનેજરની પણ નિમણૂક દરેક પ્રત્યેક હોલ દીઠ કરવામાં આવી છે.
