Ahmedabad Iskcon to Mendarda GSRTC Bus: અમદાવાદના ઈસ્કોનથી મેંદરડા જવા માટેની આ રહી બેસ્ટ બસ, જાણો ભાડું

ગુજરાતી જાગરણને અનેક વાંચકોના ફિડબેક આવ્યા હતા કે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી બસો વીશે માહિતી આપો. તે અહીં મેંદરડા તરફની બસની વિગતો આપી છે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Mon, 16 Dec 2024 03:23 PM (IST)Updated: Mon, 16 Dec 2024 03:23 PM (IST)
planning-trip-from-ahmedabad-iskcon-to-mendarda-check-out-the-best-gsrtc-buses-with-low-fares

Ahmedabad Iskcon To Mendarda GSRTC Bus Ticket Price: અમદાવાદમાં ઈસ્કોન, બોપલ અને સેટેલાઈટમાં રહો છો અને તમારે મેંદરડા (જૂનાગઢ) જવું છે તો ગુજરાત એસ ટીની બસ કઈ છે તે અંગેની વિગતો અમે આજે અહીં તમને આપીશું. GSRTCની આ બસ તમને ખાનગી બસ કરતા અડધા ભાડામાં મેંદરડા સુધી લઈ જશે એ પણ તમારા અનુકુળ સમયે. સારી વાત એ છે કે સ્લિપર અને સીટિંગમાં જવા માગતા મુસાફરો માટે એકજ સમયે બન્ને બસ ઉપડી રહી છે.

અમદાવાદના ઈસ્કોનથી મેંદરડા જવા માટેની બસ કયા કયા સમયે મળે છે?

  • સવારે 06:05 વાગ્યે
  • રાતે 8:05 (સ્લિપર)
  • રાતે 8:05 (સીટિંગ)
  • રાતે 8:50 (સ્લિપર)
  • રાતે 8:50 (સીટિંગ)
  • રાતે 10:10 (સ્લિપર)
  • રાતે 10:10 (સીટિંગ)

અમદાવાદના ઈસ્કોનથી મેંદરડા જવા માટેની બસનું ભાડું શું છે?

  • એસી વોલ્વો બસનુ ભાડું 545 રૂપિયા છે.
  • સીટિંગ બસનું ભાડું 263 રૂપિયા છે.
  • સ્લિપર બસનું ભાડું 344 રૂપિયા છે.