Paresh Goswami Unseasonal Rain Forecast: કમોસમી વરસાદને લઈને ખેડૂતો હાલ પરેશાન છે. ત્યારે બધાના મનમાં એ પ્રશ્ન હોય છે કે હવે કમોસમી વરસાદ પડશે? આ કમોસમી વરસાદ ક્યારે વિદાય લેશે? આ તમામ સવાલોના જવાબ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આપ્યા છે. તાજેતરમાં વિશેષ વિથ દિનેશના દિનેશભાઈ સાથેની વાતચીતમાં પરેશ ગોસ્વામીએ આ તમામ સવાલોના જવાબ આપ્યા હતા.
શું હજુ કમોસમી વરસાદ પડશે?
પરેશ ગોસ્વામીએ 2024નું ચોમાસુ ખુબ લાંબુ ચાલ્યું છે. આમ જોવા જઈએ તો ઓક્ટોબરના અંતના ભાગમાં પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તેનું મુખ્ય કારણ લાનીના છે. જેના કારણે બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રીય છે. 13 ઓક્ટોબર સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂર ઓમાન તરફ જતી રહી છે. ખેડુતો માટે હવે રાહતના સમાચાર છે કે હવે વરસાદ દૂર જતો રહ્યો છે. પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડો ખતરો છે. આ ખતરો 30, 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર સુધી છે. આ વરસાદ હળવો હશે. તેનું મુખ્ય કારણ દાના વાવાઝોડું છે.
કમોસમી વરસાદ ક્યારે વિદાય લેશે?
નવેમ્બરમાં વરસાદની શક્યતા નહીંવત છે. 5 નવેમ્બરથી પવનની દિશા ઉત્તર-પૂર્વની થઈ જશે. પછી તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીની શરૂઆત થઈ જશે. 1 નવેમ્બર પછી કમોસમી વરસાદ વિદાય લેશે.
